Saturday June 21, 2025

પોરબંદર કોલીખડા રોડ પર અજાણ્યા વાહન અડફેટે બખરલાના યુવકનું મોત

પોરબંદર
પોરબંદર કોલીખડા રોડ પર એક અજાણ્યા વાહન ચાલકે બખરલા ગામના એક યુવકને અડફેટે લેતા તેનું મોત નિપજ્યું છે.
પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર આ મામલે અર્જુનભાઇ જેઠાભાઇ મારૂ (ઉ.વ.૩૦ ધંધો. મજુરી રહે. બખરલાગામ જુનો વણકરવાસ તા.જી.પોરબંદર)એ વાહન નંબર GJ-25-U-7148ના અજાણ્યા ચાલક સામે ફરિયાદ નોંધાવી છે ફરિયાદ અનુસાર આરોપી વાહન ચાલકે પોતાનું વાહન બેદરકારીથી ચલાવી ફરીયાદીના ભાઇના મોટરસાયકલ નં. GJ-25-H-6078 વાળાને પાછળથી હડફેટે લઇ ફરીના ભાઇને નિચે પછાડી દઇ શરીરે વિવિધ ઇજાઓ તથા ચહેરા હાથ પગ અને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી મોત નીપજાવ્યું હતું. તા.૧૯/૧/૨૦૨૫ ૧૩/૦૦ વાગ્યાના અરસામાં પોરબંદર કોલીખડા રોડ હમીરભાઇ નાથાભાઇ ખુંટીની વાડી સામે જાહેર રોડ પર આવેલ ડેલા પાસે બનેલી આ ઘટના અંગે ઉદ્યોગ નગર પોલીસમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ ૨૮૧, ૧૦૬(૧) તથા મોટર વિહિકલ એક્ટની કલમ ૧૮૩, ૧૮૪, ૧૭૭ મુજબ ગુનો દાખલ થતાં ફોજદાર એસઆર ચાવડાએ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top