Headlines

કુરંગામાં RSPL દ્વારા પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી કરાઈ: 40 શાળાના 800 બાળકોને કરાયા પુરસ્કૃત

– –

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૬-૦૧-૨૦૨૫

        દ્વારકા નજીકના કુરંગા સ્થિત RSPL ઘડી કંપનીએ આજરોજ પ્રજાસત્તાક પર્વે દ્વારકા જિલ્લાની 40 જેટલી શાળાઓના અંદાજે 800 જેટલા શ્રેષ્ઠ વિદ્યાર્થીઓને ટ્રોફી એનાયત કરી સન્માનિત કર્યા હતા.

       આજે 76 મા પ્રજાસત્તાક દિનના અવસરે દ્વારકા તાલુકાના કુરંગા સ્થિત આર.એસ.પી.એલ. (RSPL) ઘડી કંપની દ્વારા સી.એસ.આર. પ્રવૃત્તિના ભાગરૂપે (RSPL વેલ્ફેર ફાઉન્ડેશન) દ્વારા દ્વારકા જિલ્લાની અંદાજિત 40 જેટલી શાળાઓના આશરે 800 જેટલા શ્રેષ્ઠ વિદ્યાર્થીઓને ટ્રોફી આપી અને સન્માનિત કરવામાં આવ્યા હતા.

      આ આયોજન અંતર્ગત શાળાકીય પરીક્ષામાં 1 થી 3 ક્રમ પ્રાપ્ત કરનારા પ્રતિભાશાળી અને તેજસ્વી વિદ્યાર્થીઓ ને તેમની મહેનત માટે સન્માનિત કરાયા હતા. આ કાર્યક્રમોમાં આર.એસ.પી.એલ. (ઘડી) કંપનીના કર્મચારીઓએ વિદ્યાર્થીઓને પ્રેરણા આપી અને તેમને શિક્ષણના મહત્વને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. સાથે સાથે આચાર્ય અને વાલીઓએ પણ વિદ્યાર્થીઓને તેમના જીવનમાં શ્રેષ્ઠતા હાંસલ કરવા માટે પ્રેરણા આપી હતી.

      આ પ્રસંગે આર.એસ.પી.એલ. ઘડી કંપનીના પ્રોત્સાહન અને સહયોગના દ્વારા વિદ્યાર્થીઓએ પોતાની પ્રગતિની નવી દિશા અને ઉમંગ પ્રાપ્ત કરશે તેવું શાળાઓના આચાર્યો, શિક્ષકો અને આગેવાનોએ જણાવ્યું હતું.

       શિક્ષણ અને સામાજિક જવાબદારીને સૌથી આગળ રાખીને અનેક પ્રકારના સેવાકીય કાર્યો કરનાર આર.એસ.પી.એલ. (ઘડી) કંપની અને તેના કર્મચારીઓ નો શાળાના આચાર્યો, શિક્ષકો, આગેવાનો અને વાલીઓએ પ્રશંસા કરી, આભાર વ્યક્ત કર્યો હતો.

(ફોટો:- કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *