
જામ ખંભાળિયા, તા. ૨૯-૦૧-૨૦૨૫
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા અને બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ ધરાવતા શિવરાજપુર બિચની નિયમાનુસાર જાળવણીના હેતુથી દેવભૂમિ દ્વારકાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટએ કેટલાક પ્રતિબંધો લગાવ્યાં છે. જેમાં શિવરાજપુર બિચ પર પાંચ કિલોમીટરની ત્રિજયામાં નિર્ધારિત વિસ્તાર પર પ્લાસ્ટીકના ઉપયોગ કે વપરાશ, વાહનોની અવર-જવર, કચરો ફેંકવા, કેમ્પેઇન કરવા પર પ્રતિબંધ લગાવ્યો છે. ઉપરાંત, નિયત સ્વિમ એરિયામાં વોટર સ્પોર્ટસ કે ફિશિંગની મનાઈ કરવામાં આવી છે. આ જાહેરનામું તા. 30 માર્ચ સુધી અમલમાં રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે. તેમ વધુમાં જણાવાયું છે.
(કુંજન રાડિયા)