
કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૮-૦૧-૨૦૨૫
કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામે આવેલી સર્વે સમાજની કન્યાઓ માટેની એક માત્ર છાત્રાલય સંસ્કાર ગર્લ્સ હોસ્ટેલમાં પ્રજાસત્તાક પર્વની ભાવભરી ઉજવણી કરવામાં આવી હતી.
આ હોસ્ટેલમાં દીકરીઓને શિક્ષણ અને કેળવણીની સાથે સાથે તેમનો સર્વાંગી વિકાસ થાય તેવા શ્રેષ્ઠ પ્રયત્નો સંસ્થાના સંચાલકો દ્વારા સતત કરવામાં આવે છે. જેના ભાગ રૂપે દીકરીઓમાં રાષ્ટ્રીય ભાવના કેળવાય તે હેતુથી હોસ્ટેલમાં દીકરીઓ દ્વારા ગણતંત્ર દિવસની સુંદર ઉજવણી કરાઈ હતી. જેમાં હોસ્ટેલમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યા બાદ દીકરીઓ દ્વારા ભાટિયા ગામમાં જાગૃતિ માટે પ્રભાત ફેરી કાઢવામાં આવી હતી.
હોસ્ટેલમાં યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં વિવિધ દેશ ભક્તિ ગીતો પર અભિનય , પિરામિન્ડ, દેશભક્તિ નાટક, અભિનય ગીત, સ્પીચ, રિંગ ડાન્સ, ગાયન, ગરબા જેવા દેશભક્તિનાં કાર્યક્રમો રજુ કરવામાં આવ્યા હતા. આ ગર્લ્સ હોસ્ટેલના સંચાલક જેતીબેન ચાવડા દ્વારા 76 માં પ્રજાસતાક પર્વની સૌને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.

(ફોટો:- કુંજન રાડિયા)