
ભારત સરકારના ઉપભોક્તા કાર્ય, ખાદ્ય અને સાર્વજનિક વિતરણ રાજ્ય મંત્રી નિમુબેન જયંતિભાઈ બાંભણીયા, ધારાસભ્ય ભાવનગર (પૂર્વ) સેજલબેન રાજીવકુમાર પંડયા તથા મેયર ભાવનગર મહાનગર પાલિકા ભરતભાઈ બારડની ઉપસ્થિતીમાં 13 ફેબ્રુઆરી, 2025 (ગુરુવાર) ના રોજ ભાવનગર-હરિદ્વાર-ભાવનગર દ્વિ-સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન (19271/19272) નો શુભારંભ કરવામાં આવ્યો.

ભાવનગર ડિવિઝનના સીનિયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા મુજબ ટ્રેન નં. 19271 ભાવનગર – હરિદ્વાર દ્વિ-સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન દર ગુરૂવારે ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી રાત્રે 20.20 કલાકે ઉપડશે અને શનિવારે પ્રાતઃ 03.40 કલાકે હરિદ્વાર પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 19272 હરિદ્વાર – ભાવનગર દ્વિ-સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન દર શનિવારે પ્રાતઃ 05.00 કલાકે હરિદ્વારથી ઉપડશે અને રવિવારે બપોરે 12.00 કલાકે ભાવનગર ટર્મિનસ પહોંચશે.
આ પ્રસંગે ભાવનગર પરા રેલવે સ્ટેશન પર ડિવિઝનલ રેલ્વે મેનેજર રવીશ કુમાર સહિત અન્ય વરિષ્ઠ અધિકારીઓ, રેલ્વે મુસાફરો, સામાન્ય જનતા, મીડિયા પ્રતિનિધિયો અને રેલ્વે કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ટ્રેનની ફ્રિકવન્સીમાં વધારાને લઈને સામાન્ય લોકો અને રેલવે મુસાફરોમાં અનેરો સંતોષ અને ખુશી જોવા મળી હતી.

