
શંભુ સિંહ, ભાવનગર
“આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ” દર વર્ષે 8 માર્ચે ઉજવવામાં આવે છે. આ એક ખાસ દિવસ છે, જે સમગ્ર વિશ્વમાં ખૂબ જ ધૂમધામથી અને અલગ અલગ રીતે ઉજવવામાં આવે છે. મહિલાઓની સિદ્ધિઓના સન્માન માટે આ દિવસનું વિશેષ મહત્વ છે. ભાવનગર ડિવિઝનના સિનીયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા અનુસાર, “આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ-2025” નિમિત્તે 06 માર્ચ, 2025 (ગુરુવાર)ના રોજ પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝનમાં “મહિલા સશક્તિકરણ” સંબંધિત એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવનાર છે. આ કાર્યક્રમ ભાવનગર શહેરના કાળુભા રોડ સ્થિત “હોટેલ ક્લાર્કસ કલેક્શન” ખાતે સવારે 10.30 કલાકે યોજાશે. સમગ્ર કાર્યક્રમનું આયોજન એમ્પ્લોઇઝ બેનિફિટ ફંડ (SBF) – ભાવનગર મંડળમાંથી સ્થાપના વિભાગ દ્વારા કરવામાં આવશે.
ડિવિઝનલ રેલ્વે મેનેજર રવીશ કુમાર અને તમામ મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમની શરૂઆત થશે. સાંસ્કૃતિક કાર્યક્રમોની સાથે “માનસિક સ્વાસ્થ્ય” વિષય પર વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. ડો. જીનાલી મોદી (મનોવૈજ્ઞાનિક, અને આહારશાસ્ત્રી અને ન્યુટ્રિશનિસ્ટ) દ્વારા “સ્ટ્રોંગ માઇન્ડ્સ, સ્ટ્રોંગ વુમન” વિષય પર સંબોધન આપવામાં આવશે. બ્રહ્મા કુમારીઝ, ભાવનગર “સુહાના સફર” થીમ પર પ્રેરક પ્રસ્તુતિ અને સ્વાગત નૃત્ય રજૂ કરશે. શહેરના “સુર સાધના ગ્રુપ” ભાવનગર દ્વારા મહિલા ઉત્થાન અને પ્રેરક સંબંધિત ગીતો રજૂ કરવામાં આવશે. ડિવિઝનલ રેલ્વે મેનેજર રવીશ કુમાર અને પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન ભાવનગર મંડળની અધ્યક્ષા શ્રીમતી સંતોષી જી દ્વારા સંબંધિત સંબોધન કરવામાં આવશે.
આ પ્રસંગે ભાવનગર ડિવિઝનના વિવિધ સ્ટેશનો અને મંડળ કચેરીમાં ફરજ બજાવતા મહિલા કર્મચારીઓ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત ડિવિઝન પર કાર્યરત મહિલા અધિકારી અને શ્રીમતી મોનિકા શર્મા, ઉપાધ્યક્ષા, પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન ભાવનગર મંડળ પણ ઉપસ્થિત રહેશે.