


જામ ખંભાળિયા, તા. ૧૪-૦૪-૨૦૨૫
ખંભાળિયાના ચાર રસ્તા વિસ્તારમાં આવેલી એક હોટલમાં ગતરાત્રિના સમયે આગ લાગવાની ઘટના સામે આવી હતી. જો કે કોઈ મોટી જાનહાની થયાના અહેવાલો નથી.
આગની આ ઘટના સંદર્ભે જાણવા મળતી વિગત મુજબ અહીંના મિલન ચાર રસ્તા વિસ્તારમાં આવેલી જાણીતી મિલન રેસ્ટોરન્ટના ગેઈટમાં ગત મોડી રાત્રિના સમયે એકાએક આગ ભભૂકી ઉઠી હતી. આગની આ ઘટના સંદર્ભે ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર ટીમના જવાનો ફાયર ફાઈટર સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા અને પાણીનો મારો ચલાવીને આગ પર આબુ મેળવ્યો હતો.
આગનો આ બનાવ બનતા આ સ્થળે લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા. જેથી પોલીસે ઘટના સ્થળે જરૂરી બંદોબસ્ત તેમજ વ્યવસ્થા હાથ ધરી હતી. આ ઘટનામાં સદનસીબે કોઈ મોટી જાનહાની થઈ ન હતી અને આગનું કોઈ ચોક્કસ કારણ પણ બહાર આવ્યું નથી.
____________________________________________________________________________
(ફોટો:- કુંજન રાડિયા)