સાવ સૂકાં પાનને લીલું કરું.
લ્યો તમારા ભાલ પર ટીલું કરું.
નામ બીજા સાવ ભૂલી જાવ હું,
હું તમારું નામ ગમતીલું કરું.
ધોમધખતો તાપ છોને હોય પણ,
આવ પાસે આભ બર્ફીલું કરું.
આંખથી આંજૂ નવા શણગારને,
હું તમારું રૂપ રંગીલું કરું.
આપના ફોટા લઈ એડિટ કરી,
સોંગ સારું વાગતી રીલું કરું.
@ ગિરીશ રઢુકિયા
