દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બાળલગ્નની માહિતી માટે હેલ્પલાઈન નંબર જાહેર
જામ ખંભાળિયા, તા. ૦૭-૦૪-૨૦૨૫ આગામી સમયમાં અક્ષય તૃતીયા (અખાત્રીજ)ના દિવસે રાજ્યમાં – વિવિધ સમાજોમાં અનેક લગ્ન યોજાતા હોય છે. જે સમયગાળા દરમ્યાન બાળલગ્નો થતાં અટકાવવાના આશયથી દેવભૂમિ દ્વારકા જિલ્લા બાળલગ્ન પ્રતિબંધક કચેરી દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે. સમૂહ લગ્નોના આયોજકો, સામાજિક આગેવાનો, ગોર મહારાજ, લગ્ન કરાવનાર, રસોઈયા,…
