Headlines

ખંભાળિયાની દાઉજીની હવેલીમાં આવતીકાલે નાવના દર્શન

– શુક્રવારે આંબા મનોરથના દર્શનનું આયોજન – જામ ખંભાળિયા, તા. ૦૪-૦૬-૨૦૨૫      ખંભાળિયામાં ગુગળી ચોક વિસ્તારમાં આવેલી જાણીતી શ્રી દાઉજીની હવેલી ખાતે ગુરુવાર તા. 5 ના રોજ સાંજે નાવના દર્શન તેમજ શુક્રવારે સાંજે આંબા મનોરથના અલભ્ય દર્શનનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. જેનો લાભ લેવા ધર્મપ્રેમી જનતાને હવેલીના મુખ્યાજી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

Read More

માંઝા ગામે કુવામાં પડેલા શ્વાનનું રેસ્ક્યુ કરાયું

જામ ખંભાળિયા, તા. ૦૩-૦૬-૨૦૨૫        ખંભાળિયા નજીક આવેલા માંઝા ગામે એક ખેડૂતના ખેતરમાં આશરે 70 ફૂટ જેટલા પાણી ભરેલા ઊંડા ખાડામાં બે દિવસથી એક શ્વાન પડ્યો હોવાની જાણ સ્થાનિકો દ્વારા અહીંની જાણીતી પશુ સેવા સંસ્થા એનિમલ કેર ચેરીટેબલ ટ્રસ્ટને કરવામાં આવતા સંસ્થાના કાર્યકરો દેશુરભાઈ ધમા, કૃણાલ વાઘેલા અને વિશેષ દેસાણી આ સ્થળે દોડી…

Read More

ખંભાળિયા – જામનગર માર્ગ પર ભયજનક રીતે રેસિંગ સ્ટંટ કરતા 13 સ્ટંટબાજોને ઝડપી લેવાયા

– જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા કાયદાનું ભાન કરાવાયું – જામ ખંભાળિયા, તા. ૦૨-૦૬-૨૦૨૫         ખંભાળિયાના ઇન્ચાર્જ ડીવાયએસપી વી.પી. માનસેતાની સૂચના મુજબ જાહેર માર્ગ રીતે રેસિંગ સ્ટંટ કરતા શખ્સો સામે જિલ્લાના ટ્રાફિક પોલીસ દ્વારા કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.       આને અનુલક્ષીને ગઈકાલે રવિવારે રાત્રિના સમયે નાઈટ પેટ્રોલિંગમાં રહેલા ટ્રાફિક…

Read More

બેટ દ્વારકામાં સિંધુભવન ધર્મશાળાની રૂ. અડધા કરોડની કિંમતી જમીન પર પિતા-પુત્ર દ્વારા કબજો જમાવી રાખવા સબબ ફરિયાદ

– પોલીસે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધી, એકની અટકાયત કરી – જામ ખંભાળિયા, તા. ૦૨-૦૬-૨૦૨૫        ઓખા મંડળના બેટ દ્વારકા વિસ્તારમાં એક ધર્મશાળાની કિંમતી જમીન પર છેલ્લા આશરે ત્રણ દાયકાથી કબજો જમાવીને રાખવા સબબ આરંભડા વિસ્તારમાં રહેતા પિતા-પુત્ર સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.       આ સમગ્ર પ્રકરણ સંદર્ભે બેટ…

Read More

ખંભાળિયાના ચકચારી “લૂંટેરી દુલ્હન” કેસમાં બે આરોપીને દસ વર્ષની કેદ: બે લાખનો દંડ

– જામ ખંભાળિયા, તા. ૦૧-૦૬-૨૦૨૫             ખંભાળિયા તાલુકાના દખણાદાદા બારા ગામે રહેતા એક યુવાનને લગ્ન કરાવી આપવાની લાલચ આપીને બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના સામઢી ગામના ચેહરસિંગ બાબુસિંગ સોલંકી અને અમરતજી મણાજી જગાણીયા નામના બે શખ્સોએ ખોટા નામ ધારણ કરી અને ઉપરોક્ત યુવાનના લગ્ન કરાવી આપ્યા હતા.        …

Read More

દેવભૂમિ દ્વારકા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા જંતુનાશક દવા છંટકાવ કરાયો

જામ ખંભાળિયા, તા. ૦૧-૦૬-૨૦૨૫       વર્ષ 2025 માટે વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા “Malaria ends with us: Reinvest, Reimagine, Reignite” (મેલેરિયા આપણી સાથે સમાપ્ત થાય છે: ફરીથી રોકાણ કરો, ફરીથી કલ્પના કરો, ફરીથી પ્રજવલિત કરો) થીમ અન્વયે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તમામ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી છે.      …

Read More

ખંભાળિયા: શાળાના પૂર્વ આચાર્યએ પૂર્વ વિદ્યાર્થીઓને “સ્મૃતિકાષ્ટ”ની લાકડી વડે ફટકાર્યા…

– દાયકાઓ જૂની શૈક્ષણિક સંસ્થામાં યોજાયો અવિસ્મરણીય કાર્યક્રમ – – પીઢ બની ચૂકેલા પૂર્વ વિદ્યાર્થીઓએ વિદ્યાર્થીકાળની યાદો તાજા કરી – જામ ખંભાળિયા, તા. ૦૧-૦૬-૨૦૨૫        ખંભાળિયા પંથકમાં શૈક્ષણિક ક્ષેત્રે પ્રથમ હરોળનું નામ ધરાવતી શ્રી સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટ શાળામાં શનિવાર તેમજ રવિવારે બે દિવસીય પૂર્વ વિદ્યાર્થીઓનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. આ સારસ્વત સ્મૃતિ મિલન…

Read More

ખંભાળિયામાં ઝડપાયેલા રૂ. 11.06 લાખના વિદેશી દારૂ પર ફર્યું સરકારી બુલડોઝર

કુંજન રાડિયા, જામ ખંભાળિયા       દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પોલીસ ડિવિઝન હેઠળ આવતા જુદાજુદા ચાર પોલીસ મથક ખંભાળિયા, સલાયા, વાડીનાર મરીન અને ભાણવડમાં છેલ્લા કેટલાક સમયગાળા દરમિયાન ઝડપાયેલા વિદેશી દારૂ સંદર્ભે અહીંના ડીવાયએસપી ડો. હાર્દિક પ્રજાપતિ દ્વારા જે-તે પોલીસ મથકના અધિકારીઓ સાથે યોજાયેલી મીટીંગ બાદ આ પોલીસ મથકના ઝડપાયેલા બિનજરૂરી મુદ્દામાલનો નિકાલ કરવાના…

Read More

અવસાન નોંધ : જામ ખંભાળિયા

જામ ખંભાળિયા, તા. ૦૮-૦૫-૨૦૨૫ જામ જોધપુર નિવાસી સ્વ. હસમુખભાઈ જમનાદાસ ગંઢેચા ના પુત્ર અમિતભાઈ (ઉ.વ. 43) તે કનકભાઈ, મહેશભાઈ અને ભદ્રેશભાઈના ભત્રીજા તથા નવ્યા અને ધ્યેયના પિતાશ્રી તેમજ પૂજાબેન અને શ્વેતાબેનના ભાઈ તથા સ્વ. અમૃતલાલ કરસનદાસ સામાણી (ખંભાળિયા)ના જમાઈ તા. 8 ના રોજ અવસાન પામ્યા છે. તેમનું બેસણું તથા સસરા પક્ષને સાદડી શુક્રવાર તારીખ 9…

Read More

ખંભાળિયામાં યુવતી પર છરી વડે જીવલેણ હુમલો કરવાના ગુનાના ત્રણેય આરોપીઓ ઝડપાયા

– ધરાર પ્રેમ સંબંધ રાખવાનું કહી યુવાને કર્યો હતો હુમલો – જામ ખંભાળિયા, તા. ૦૫-૦૫-૨૦૨૫          ખંભાળિયામાં રહેતી એક યુવતી પર ગત સપ્તાહમાં એક યુવાન દ્વારા પોતાની સાથે પ્રેમ સંબંધ રાખવાનું દબાણ કરી, યુવતીએ ના કહેતા તેણી ઉપર છરી વડે જીવલેણ હુમલો કરવાના ગુનામાં ઉપરોક્ત યુવાન તેમજ તેના ભાઈ અને પિતાની પોલીસે…

Read More