Headlines

ટીંબડીમાં કૂવો ગાળતા પથ્થર પડવાના કારણે યુવાનનું મૃત્યુ

જામ ખંભાળિયા, તા. ૨૯-૧૨-૨૦૨૫       ખંભાળિયા – જામનગર માર્ગ પર અત્રેથી આશરે 22 કિલોમીટર દુર ટીંબડી ગામે એક આસામીની વાડીએ કુવામાં ગાર કાઢવાનું કામ કરી રહેલા લખમણભાઈ મકવાણા (ઉ.વ.આ. 40) ઉપર એકાએક તોતિંગ પથ્થર પડતા તેમને માથાના ભાગે ગંભીર ઇજાઓ થવા પામી હતી. જેના કારણે તેમને બેભાન અવસ્થામાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા….

Read More

ખંભાળિયામાં બુધવારે 1.51 લાખ પાર્થિવેશ્વર શિવલિંગ નિર્માણ અને મહાપૂજનનું ભવ્ય આયોજન

– બજાણા ખાતે ત્રિદિવસીય ધર્મોત્સવ – જામ ખંભાળિયા, તા. ૨૭-૧૨-૨૦૨૫       ખંભાળિયા તાલુકાના બજાણા ગામે આગામી તા. 31 ડિસેમ્બરના રોજ 1.51 લાખ પાર્થિવેશ્વર શિવલિંગની મહાપૂજા તથા દર્શન સમારોહનું ત્રિદિવસીય ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.        આ પ્રસંગે ખંભાળિયા તાલુકાના બજાણા ગામે સોમવાર તા. 29 મીના રોજ મંડપ મુહૂર્ત, મંગળવાર તા. 30…

Read More

ખંભાળિયામાં શ્રીમદ ભાગવત સપ્તાહની રંગેચંગે પૂર્ણાહુતિ

– મોટી સંખ્યામાં શ્રોતાઓ ભાવવિભોર બન્યા –  જામ ખંભાળિયા, તા. ૨૮-૧૨-૨૦૨૫       ખંભાળિયાની સેવા સંસ્થા શ્રી ગાયત્રી સત્સંગ મંડળના ઉપક્રમે ગત રવિવાર તા. 21 થી શનિવાર તા. 27 સુધી અત્રે ગાયત્રીનગર વિસ્તારમાં ગોકીબાઈ સ્કૂલ પાસે આવેલા બાલવી માતાજી મંદિર નજીક શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જાણીતા ભાગવત કથાકાર…

Read More

આભાપરા ખાતે સંત શ્રી ત્રિકમાચાર્ય બાપુની જન્મજયંતીની ઉજવણી

જામ ખંભાળિયા, તા. ૨૮-૧૨-૨૦૨૫       દેવભૂમિ દ્વારકાના આભાપરા વિસ્તારમાં “બાપુની વાવ” ખાતે જન્મ જયંતિ પર્વની ભાવભરી ઉજવણી કરવામાં આવી હતી.         ભાણવડ નજીક આવેલા બરડા ડુંગર સ્થિત આભાપરામાં બાપુની વાવ ખાતે સંત શ્રી ત્રિકમાચાર્ય આશ્રમમાં પૂજ્ય બાપુની 162 મી જન્મ જયંતીના મંગલ પ્રસંગે ખંભાળિયાની શ્રી બરડાઈ બ્રાહ્મણ નાની નાતના પ્રમુખ…

Read More

Christ@Krishna # નાતાલની રજામાં યાત્રાધામ દ્વારકા ભાવિકોની કતાર : તંત્ર દ્વારા ચુસ્ત વ્યવસ્થા

– યાત્રાધામ દ્વારકામાં નાતાલના મીની વેકેશનમાં ઉમટ્યા પ્રવાસીઓ –  – દ્વારકા દર્શન, સર્કિટના તીર્થ – પર્યટન સ્થળોમાં ભારે ભીડ – જામ ખંભાળિયા, તા. ૨૫-૧૨-૨૦૨૫          આજરોજ નાતાલના તહેવાર નિમિત્તે અને શાળા કોલેજમાં નાતાલના મીની વેકેશનના માહોલમાં યાત્રાધામ દ્વારકાના જગતમંદિરમાં ભાવિકોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો. તંત્ર દ્વારા યાત્રિકોને સરળતાથી દર્શન અંગે ચુસ્ત…

Read More

ઓખાના ભરણપોષણ કેસમાં નાસતા ફરતા આરોપી અશરફ ઉર્ફે ગજની ઈબ્રાહીમ કુરેશીને દબોચી લેવાયો જામ ખંભાળિયા, તા. ૨૫-૧૨-૨૦૨૫       ઓખા વિસ્તારમાં રહેતા અશરફ ઉર્ફે ગજની ઈબ્રાહીમ કુરેશી સામે ઓખાની ફેમીલી કોર્ટમાં નોંધવામાં આવેલી ભરણપોષણની ફરિયાદને અનુલક્ષીને અદાલત દ્વારા તેને સજાનો હુકમ કરવામાં આવ્યો હતો. જે સંદર્ભે નાસતા ફરતા ઉપરોક્ત શખ્સને સ્થાનિક પી.એસ.આઈ. આર.આર. ઝરૂના…

Read More

ખંભાળિયા પાલિકાના પૂર્વ પ્રમુખ શૈલેષ કણઝારિયાનો જન્મદિવસ

જામ ખંભાળિયા, તા. ૨૪-૦૬-૨૦૨૫ જન્મદિન શુભેચ્છા  ખંભાળિયા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપના તત્કાલીન મહામંત્રી શૈલેષભાઈ બી. કણઝારિયાનો આજે 55 મો જન્મદિવસ છે. તારીખ 24-06-1970 દિને જન્મેલા શૈલેષભાઈ કણઝારિયા તથા તેમનો પરિવાર વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છે. શૈલેષભાઈ કણઝારિયાએ નગરપાલિકામાં વિરોધ પક્ષના નેતા તરીકે કારકિર્દી શરૂ કર્યા બાદ સતત પાંચ ટર્મથી…

Read More

માતા સાથેના ઝઘડાથી મનમાં લાગી આવતા ભાટિયાના મહિલાએ આપઘાત કર્યો

Kunjan Radiya જામ ખંભાળિયા, તા. ૧૧-૦૬-૨૦૨૫       કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામે રહેતા લીલાબેન સંજયભાઈ લખુભાઈ ચૌહાણ નામના 30 વર્ષના મહિલાને તેમના માતા સાથે માલઢોરને પાણી પીવડાવવા બાબતે બોલાચાલી થઈ હતી. આ ઝઘડાથી મનમાં લાગી આવતા તેમણે પોતાના હાથે ગેસના ટીકડા પી લેતા તેમને તેણીનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ જીવણભાઈ લખુભાઈ…

Read More

ખંભાળિયાની દાઉજીની હવેલીમાં આવતીકાલે નાવના દર્શન

– શુક્રવારે આંબા મનોરથના દર્શનનું આયોજન – જામ ખંભાળિયા, તા. ૦૪-૦૬-૨૦૨૫      ખંભાળિયામાં ગુગળી ચોક વિસ્તારમાં આવેલી જાણીતી શ્રી દાઉજીની હવેલી ખાતે ગુરુવાર તા. 5 ના રોજ સાંજે નાવના દર્શન તેમજ શુક્રવારે સાંજે આંબા મનોરથના અલભ્ય દર્શનનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. જેનો લાભ લેવા ધર્મપ્રેમી જનતાને હવેલીના મુખ્યાજી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

Read More