ગુજરાતમાં મોટી સંખ્યામાં આચાર્યોની જગ્યાઓ ખાલી
– સરકાર દ્વારા કારણોનું ચિંતન, મનન અનિવાર્ય – જામ ખંભાળિયા, તા. ૦૬-૦૩-૨૦૨૫ ગુજરાતમાં 900 જેટલી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આચાર્યોની જગ્યાઓ ખાલી છે. તેના કહેવાતા મુખ્ય કારણ મુજબ સરકાર દ્વારા તાજેતરમાં જ ભરતી કરવામાં આવી, તેમ છતાં આટલી જગ્યાઓ ખાલી રહેવાનું કારણ જાણી તેનું નિરાકરણ લાવવાની તાતી જરૂરિયાત છે. …
