એલ.પી.જી.ની સમસ્યા હળવી થશે: વાડીનાર બંદરે 46,500 મેટ્રિક ટન એલ.પી.જી.નો જથ્થો ઉતર્યો : દેશના અન્ય ભાગોમાં વિતરણ અંગે કરવામાં આવેલી કામગીરી
જામ ખંભાળિયા, તા. ૧૭-૦૩-૨૦૨૬ અમેરિકા-ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધના પગલે ગુજરાત સહિત સમગ્ર ભારતમાં રાંધણ ગેસની વ્યાપક અછત સર્જાઈ છે. આ પરિસ્થિતિમાં મુન્દ્રા પોર્ટ ખાતે એલ.પી.જી. ગેસના વિશાળ જથ્થા સાથે ગઈકાલે એક જહાજ લાંગર્યા બાદ આજરોજ ખંભાળિયા તાલુકાના વાડીનાર બંદર ખાતે પણ “નંદાદેવી” જહાજ મારફતે આશરે 47,000 મેટ્રિક ટન…
