Headlines

ભરાણાના યુવાને અકળ કારણોસર ગળાફાંસો ખાધો

જામ ખંભાળિયા, તા. ૦૨-૦૪-૨૦૨૬        ખંભાળિયા તાલુકાના ભરાણા ગામે રહેતા પ્રતાપસિંહ રૂપસંગ ગોહિલ નામના 37 વર્ષના યુવાને ગઈકાલે બુધવારે સાંજના સમયે ભરાણા ગામના સીમ વિસ્તારમાં આવેલી નદી કાંઠે બાવળના ઝાડની ઝાડીમાં કોઈ અગમ્ય કારણોસર પોતાના હાથે દોરડા વડે ગળાફાંસો ખાઈ લેતા તેમનો નિષ્પ્રાણ દેહ મળી આવ્યો હતો. આ બનાવ અંગેની જાણ જગમાલજી રૂપસંગ…

Read More

પૂર્ણિમાના પાવન પર્વે “જય દ્વારકાધીશ”ના નાદ સાથે ભક્તોનું ધોડાપુર

જામ ખંભાળિયા, તા. ૦૨-૦૪-૨૦૨૬     પૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તે આજે વહેલી સવારથી જ ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા 56 સીડી સ્વર્ગદ્વાર ખાતે ભક્તોનું માનવ મેળામાં ઉમટ્યું હતું.         પૂર્ણિમાના પાવન પર્વ પ્રસંગે દ્વારકામાં પવિત્ર ગોમતી નદીમાં વહેલી સવારથી જ હજારોની સંખ્યામાં ભાવિકોએ સ્નાન કરી, પુણ્યનું ભાથું બાંધ્યું હતું. ભગવાન દ્વારકાધીશ પ્રત્યેની અતૂટ…

Read More

દેવભૂમિ દ્વારકા જિલ્લાની વિવિધ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપના 634 દાવેદારો : જિ. પંચાયત, તા. પંચાયત સહિત 162 સીટ માટે સેન્સ પ્રક્રિયા પૂર્ણ

જામ ખંભાળિયા, તા. ૦૩-૦૪-૨૦૨૬       સમગ્ર રાજ્ય સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ બે દિવસ પહેલા વિવિધ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની વિધિવત રીતે જાહેરાત કરવામાં આવી છે. ત્યારે આ ચૂંટણી લડવા ઈચ્છતા ઉમેદવારો-દાવેદારો પણ હવે મેદાનમાં આવ્યા છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની વિવિધ ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી…

Read More

કલ્યાણપુરના દરિયા કિનારેથી અનધિકૃત રીતે થતું ખનીજ ખનન ઝડપાયું: દરિયાઈ રેતી ભરેલા 10 ટ્રેક્ટર કબજે 

જામ ખંભાળિયા, તા. ૦૨-૦૪-૨૦૨૬       કલ્યાણપુર વિસ્તારમાં ખનીજ ચોરી સામે કડક હાથે કાર્યવાહી કરવા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ કલ્યાણપુરના ઇન્ચાર્જ પી.આઈ. એમ.આર. સવસેટા તેમજ તેમની ટીમ દ્વારા બુધવારે સાંજે હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામને ગૌશાળા પાસે કાચા રસ્તા ઉપર ગેરકાયદેસર રીતે રેતી ભરેલા ટ્રેક્ટર નીકળતા હોવાની…

Read More

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સાત પોલીસ અધિકારીઓની આંતરિક બદલી

જામ ખંભાળિયા, તા. ૦૨-૦૪-૨૦૨૬       દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાએ આજરોજ એક સામૂહિક ઓર્ડર જારી કરીને છ પી.આઈ. તેમજ એક પી.એસ.આઈ.ની જિલ્લામાં આંતરિક બદલી કરી છે. જેમાં ખંભાળિયા પોલીસ મથકના ઈન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોશીને લીવ રિઝર્વમાં મુકવામાં આવ્યા છે.       જ્યારે પી.આઈ. વી.કે. કોઠીયાને સાઇબર ક્રાઇમમાંથી દ્વારકા, આર.એન. હાથલીયાને…

Read More

બેટ દ્વારકાના હનુમાન દાંડી ખાતે હનુમાનજીના પ્રાગટયોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ

– પિતા-પુત્રના દિવ્ય સ્વરૂપને અન્નકૂટ મનોરથ યોજાયા – જામ ખંભાળિયા, તા. ૦૨-૦૪-૨૦૨૬        ઓખા મંડળમાં બેટ દ્વારકાના હનુમાન દાંડી તીર્થક્ષેત્ર એ વિશ્વનું એકમાત્ર એવું મંદિર છે, જયાં પિતા હનુમાનજી તથા તેમના પુત્ર મકરધ્વજજી સાથે બિરાજતાં હોય. અનેક ભાવિકોમાં આસ્થાનું પ્રતિક એવા આ પાવનધામમાં આજરોજ ચૈત્રી પૂર્ણિમાના પાવન દિવસે હનુમાનજીની જન્મજયંતિના હજારો ભાવિકોની ઉપસ્થિતિમાં…

Read More

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આદર્શ આચારસંહિતાની અમલવારી સંદર્ભે બેઠક યોજાઈ

– જિ. પંચાયત, તા. પંચાયત, નગરપાલિકાની ચૂંટણી માટે નોડલ અધિકારીઓને માહિતી અપાઈ – જામ ખંભાળિયા, તા. ૦૨-૦૪-૨૦૨૬         રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ થઈ ચૂક્યો છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકાની ચૂંટણીઓને મુક્ત, ન્યાયી અને પારદર્શક રીતે સંપન્ન…

Read More

ઓખામાં સસ્પેન્ડ થયેલી બોટમાં અન્ય બોટના રજીસ્ટ્રેશન નંબરના આધારે માછીમારી કરતા શખ્સ સામે ગુનો

જામ ખંભાળિયા, તા. ૨૩-૦૩-૨૦૨૬      ઓખાના રહીશ એવા એક માછીમારે પોતાની અગાઉ સસ્પેન્ડ થયેલી બોટમાં અન્ય એક માછીમારી બોટના રજીસ્ટ્રેશન નંબર મેળવીને માછીમારી કરતા એસ.ઓ.જી. પોલીસે દબોચી લઈ, જુદી જુદી કલમ હેઠળ કાર્યવાહી કરી હતી.      ઓખાના ડાલ્ડા બંદર વિસ્તારમાં રહેતા અને મૂળ જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના રહીશ ઈરફાન મોહંમદહુસેન અબ્દુલ કાદુ નામના…

Read More

ખંભાળિયામાં ભાજપની સંગઠન બેઠક યોજાઈ: હોદ્દેદારોની ખાસ ઉપસ્થિતિ

જામ ખંભાળિયા, તા. ૨૩-૦૩-૨૦૨૬      ખંભાળિયા શહેર તથા સલાયા શહેર મંડળની એક બેઠકનું આયોજન તાજેતરમાં અત્રેની વાંઝા જ્ઞાતિની વાડી ખાતે કરવામાં આવ્યું હતું.        દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપની સૂચના અનુસાર ખંભાળિયા શહેર મંડળ બેઠક તથા સલાયા શહેર મંડળ બેઠકમાં પધારેલ જિલ્લા ભાજપના પ્રભારી પુનિતભાઈ શર્માજી, જિલ્લા ભાજપના મહામંત્રી તથા ખંભાળિયા શહેર મંડળના…

Read More

ખંભાળિયા નજીકના હાઈવે માર્ગ પરના ઢાળિયાઓ સુવ્યવસ્થિત કરવા રજૂઆત

જામ ખંભાળિયા, તા. ૨૩-૦૩-૨૦૨૬        ખંભાળિયા તાલુકાના વાડીનારથી કુરંગા સુધી તાજેતરમાં નેશનલ હાઈવેનું નિર્માણ થવા પામ્યું છે. અહીં સર્વિસ રોડ, રાજમાર્ગ અને ગામમાં જતા રસ્તાઓને જોડવામાં આવે છે, તે સ્થળોએ જરૂરી ઢાળિયાઓ યોગ્ય રીતે બનાવવામાં આવ્યા ન હોવાની બૂમ ઊઠવા પામી છે.        બે અલગ અલગ રસ્તા અલગ અલગ રસ્તાઓના ઢાળિયાઓ…

Read More