ટોકન મેળવ્યા વગર માછીમારી કરવા ગયેલા ઓખાના બે શખ્સો સામે કાર્યવાહી
જામ ખંભાળિયા, તા. ૦૫-૦૫-૨૦૨૫ ઓખામાં માછીમારી કરવા માટે ફિશિંગ વિભાગમાંથી ટોકન મેળવ્યા વગર ફિશીંગ કરવા ગયેલા શકુર અબ્દુલભાઈ શેખ (ઉ.વ. 45) અને સલીમ ફકીરાભાઈ ઉચાણી (ઉ.વ. 40) નામના બે માછીમારોને પોલીસે કનકાઈ જેટી પાસેથી ઝડપી લઈ, આ બંને સામે ગુજરાત ફિશરીઝ એક્ટ હેઠળ ઓખા મરીન પોલીસે કાર્યવાહી કરી હતી. …
