Headlines

ડીજીપી વિકાસ સહાયની સો કલાક અંગેની સૂચના બાદ દ્વારકામાં રેન્જ આઈજી અશોક યાદવ દ્વારા ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ

Kunjan Radiya, જામ ખંભાળિયા, તા. ૨૨-૦૩-૨૦૨૫         ગુજરાત રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અસામાજિક તત્વોને સુધી પાઠ ભણાવવા માટેના સો કલાકની ડ્રાઈવ અંતર્ગત આજરોજ દ્વારકા ખાતે રાજકોટ રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવ દ્વારા ક્રાઇમ કોન્ફરન્સ યોજી પત્રકારોને વિવિધ માહિતીઓ આપી હતી.    રાજકોટ રેન્જમાં પોલીસ દ્વારા અંદાજિત 2270 ગુનેગારોને ચિન્હિત કરવામાં આવ્યા છે….

Read More

નવારતનપર પંચાયત પરિસરમાં દારૂ માટે જાણીતી પ્રવીણની દુકાન હટાવવા પંચાયતની કાર્યવાહી શરૂ: ગુંડાઓ સામે ફરજમા રુકાવટ, ધમકી અને લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ એફઆઇઆર કરવા પોલીસને રજૂઆત

ગામના રસ્તામાં અને પંચાયત પરિસરમાં આવેલી દુકાન હટાવી દબાણ ખુલ્લું કરવા નોટિસ પાઠવી નવા રતનપર ગ્રામ પંચાયતે સાત દિવસની મહેતલ આપી: સાત દિવસમાં યોગ્ય ખુલાસો નહીં થાય તો પંચાયત પોતાની રીતે દબાણ હટાવવા લેશે હાર્ડ એકશન નારન બારૈયા, નવારતનપરગેરકાયદે ડીઝલ, દબાણ અને દેશી દારૂના દુષણ માટે છેલ્લા વર્ષોમાં ભયંકર રીતે બદનામ થઈ ચૂકેલા ભાવનગર તાલુકાના…

Read More

કલ્યાણપુરના લાંબા વિસ્તારમાંથી અનઅધિકૃત રીતે રેતી ભરેલું ટ્રેક્ટર ઝડપાયું

કલ્યાણપુર, તા. ૨૦-૦૩-૨૦૨૫         દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર વિસ્તારમાં સ્થાનિક પી.એસ.આઈ. યુ.બી. અખેડની સૂચના મુજબ સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલા નાઈટ પેટ્રોલિંગ દરમિયાન એએસઆઈ વજસીભાઈ પોસ્તરિયા તેમજ સુમાજભાઈ વારોતારીયાને મળેલી ચોક્કસ બાતમીના આધારે લાંબા બંદર દરિયા કાંઠા વિસ્તારમાંથી જી.જે. 03 ડી.ડી. 6804 નંબરના એક ટ્રેક્ટરને અટકાવીને ચેકિંગ કરતા આ ટ્રેક્ટરની ટ્રોલીમાં દરિયાઈ…

Read More

ખંભાળિયાના હદપારીના ગુનાના આરોપી પ્રવીણને છરી સાથે દબોચી લેવાયો

જામ ખંભાળિયા, તા. ૨૧-૦૩-૨૦૨૫         ખંભાળિયાના શક્તિનગર વિસ્તારમાં રહેતા એક શખ્સને તાજેતરમાં હદપારીના આદેશથી ત્રણ જિલ્લામાંથી છ માસ સુધી હદપાર કરવાનો હુકમ થયો હતો. આ વચ્ચે આજરોજ હદપારીના ઉપરોક્ત આરોપીને પોલીસે છરી સાથે ઝડપી લઇ, હદપારીના હુકમનો ભંગ કરવા સબબ કાર્યવાહી કરી હતી.         આ સમગ્ર પ્રકરણ અંગે પોલીસ સૂત્રો…

Read More

તરુણને નશાની હાલતમાં લાવીને છરીથી મિત્રની હત્યા કરનાર હર્ષ ઝડપાયો : ભાવિ પત્નીને મોજ કરવવા માટે પૈસાની જરુર હોવાથી હત્યા બાદ લૂટ કરી હતી

ખંભાળિયા: પૈસાની લાલચે તરુણની હત્યા નિપજાવનાર આરોપી મિત્રને પોલીસે દબોચી લીધો – તરુણને નશાની હાલતમાં લાવીને છરી વડે નીપજાવી હતી હત્યા – કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૧-૦૩-૨૦૨૫        ખંભાળિયામાં રહેતા આશરે 16 વર્ષના એક તરુણની છરી વડે હત્યા નિપજાવી, તેની લાશ ફેંકી દેવાના પ્રકરણમાં નોંધાયેલી પોલીસ ફરિયાદને અનુલક્ષીને એલસીબી પોલીસે તાકીદની કાર્યવાહી…

Read More

JEWELTHIEF : ખંભાળિયાના વાડીનારમાં ઘરફોડી: આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી લેવાયો

– એલસીબી પોલીસની કાર્યવાહી – જામ ખંભાળિયા, તા. ૨૧-૦૩-૨૦૨૫        ખંભાળિયા તાલુકાના વાડીનાર ગામે રહેતા નરેશભાઈ લક્ષ્મણભાઈ વાઘેલા નામના 37 વર્ષના યુવાન તાજેતરમાં તેમના રહેણાંક મકાનમાં બહારથી તાળું મારીને નવરાત્રી જોવા માટે વાડીનાર નીચાણમાં ગયા હતા. ત્યારે રાત્રિના આશરે નવ એક વાગ્યાથી 11 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન અજાણ્યા તસ્કરોએ મકાનના દરવાજાનું તાળું તોડી…

Read More

ભાણવડના બરડા ડુંગર વિસ્તારમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠીઓ ઝડપાઈ: આરોપીઓ ફરાર

કુંજન રાડિયા જામ ખંભાળિયા, તા. ૧૯-૦૩-૨૦૨૫          દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકમાં દેશી દારૂની પ્રવૃત્તિ માટે કુખ્યાત બની ગયેલા બરડા ડુંગર વિસ્તારમાં તત્વો દ્વારા કરવામાં આવેલી આવી રહેલી દેશી દારૂની પ્રવૃત્તિ સંદર્ભે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય તેમજ ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિની સૂચના મુજબ ભાણવડ પોલીસ મથકના ઇન્ચાર્જ પી.આઈ. કે.કે. મારુ…

Read More

પુત્રની સગાઈ થતી ન હોવાથી કલ્યાણપુરના આધેડે જિંદગી ટૂંકાવી

જામ ખંભાળિયા, તા. ૧૯-૦૩-૨૦૨૫          કલ્યાણપુરના પાદરવાડી સીમ વિસ્તારમાં રહેતા રાજશીભાઈ સાજનભાઈ ડાગર નામના 55 વર્ષના આહિર આધેડે પોતાની વાડીના શેઢામાં પાકમાં છાંટવાની જંતુનાશક ઝેરી દવા પી લેતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું.         મૃતક રાજશીભાઈ lના પુત્ર લખમણભાઈની સગાઈ થતી ન હોવાથી આ અંગેની ચિંતામાં તેમણે ઉપરોક્ત પગલું ભર્યું…

Read More

ખંભાળિયા હાઈવે માર્ગ પર બાઈક સ્ટંટ કરતા બાર શખ્સો ઝડપાયા: વાહનો કબજે

જામ ખંભાળિયા, તા. ૧૯-૦૩-૨૦૨૫       ખંભાળિયા નજીકના હાઈવે માર્ગ પર બેફામ રીતે બાઇક ચલાવી, સ્ટંટ કરતા 12 શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા.         આ સમગ્ર મામલે પોલીસ સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ ખંભાળિયા – દ્વારકા હાઈવે પર કેટલાક વાહન ચાલકો પોતાનું વાહન પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક ચલાવીને આંતરિક રેસ…

Read More

ખંભાળિયામાં ગુમ થયેલા તરુણ મૃતદેહ મળ્યો

– વાલ્મિકી સમાજના તરુણના મૃતદેહ સંદર્ભે પોલીસ તપાસ – જામ ખંભાળિયા, તા. ૨૦-૦૩-૨૦૨૫       ખંભાળિયાના શાંતિ નિકેતન વિસ્તારમાં રહેતો 16 વર્ષનો એક તરુણ આજથી આશરે ચાર દિવસ પૂર્વે લાપતા બન્યા બાદ ગઈકાલે રાત્રિના સમયે એક અવાવરૂ સંપમાંથી તેનો મૃતદેહ મળી આવતા ભારે ચર્ચા મચી જવા પામી છે.       આ અંગેની વિગત…

Read More