કુંજન રાડિયા, મીઠાપુર ઓખા મંડળના મીઠાપુર તાબેના મોજપ ગામે રહેતા માયાભા ગગાભા કુંભાણી નામના 33 વર્ષના હિન્દુ વાઘેર યુવાન તેમની સાથે ગગાભા રાણાભા, વાઘાભા દેવુભા અને જીવણભા ગગાભા સાથે મળીને આરોપી કિશનભા ઉર્ફે અનિલભાના ઘર પાસે આવેલા ફરિયાદી માયાભા ગગાભાના ખુલ્લા પ્લોટ (વાડા)માં બાવળના ઝાખરા કાપીને વાડ કરતા હતા. […]
Category: CRIME
ખંભાળિયામાં અધિકારીના હોદ્દાવાળી પ્લેટ, લાલ લાઈટ સાથે કારમાં સીન સપાટા કરતો શખ્સ ઝડપાયો: રાજકોટની ધરમની બહેનનું પણ નામ ખૂલ્યું: બંનેની અટકાયત
કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૩-૦૩-૨૦૨૫ ખંભાળિયામાં રહેતા એક યુવાને પોતાની પર્સનલ કારમાં સક્ષમ અધિકારીના હોદા સાથેના બોર્ડ ઉપરાંત લાલ લાઈટ ફિટ કરાવીને સીન સપાટા કરતા શખ્સને પોલીસે ઝડપી લીધો હતો. આ પ્રકરણમાં આ યુવાનની રાજકોટ ખાતે રહેતી ધર્મની માનેલી બહેનનું પણ નામ જાહેર થયું છે. પોલીસે આ બંનેની અટકાયત કરી […]
“અમારી વિરુદ્ધ ફરિયાદ કેમ કરો છો” કહીને આથમણા બારાના બુઝુર્ગ પર હુમલો
જામ ખંભાળિયા: ખંભાળિયા તાલુકાના આથમણા બારા ગામે રહેતા જેઠીજી વર્ષાજી જાડેજા નામના 66 વર્ષના વૃદ્ધ તેમની વાડીએ હતા. ત્યારે વચલા બારા ગામના રાયમલ રબારી અને તેના પુત્ર સામતએ તેમની પાસે આવી અને “તમે અમારી વિરુદ્ધ કેમ ફરિયાદ કરો છો?” તેમ કહીને ધોકા વડે હુમલો કરતા આ બનાવ અંગે બન્ને શખ્સો સામે સલાયા મરીન […]
પૈસાની લેતી દેતી બાબતે ભાણવડના યુવાન પર છરી વડે હુમલો
ભાણવડ ભાણવડમાં પંચવટી વિસ્તારમાં રહેતા ધવલભાઈ નાજાભાઈ વીંઝવા નામના 30 વર્ષના યુવાન ઋષિ કોમ્પલેક્ષમાં આવેલી જોકર પાનની દુકાન પાસે હતા અને અન્ય એક યુવાન સાથે પૈસાની લેતી દેતી અંગેની વાતચીત કરી રહ્યા હતા. ત્યારે અહીં મોટા કાલાવડ ગામનો હાર્દિક વેજાભાઈ કનારા નામનો આહીર યુવાન તેમની પાસે આવ્યો હતો અને પૈસાની વ્યવહારિક લેતી […]
બજાણાની તરુણીનું ઝેરી દવાની અસરથી મૃત્યુ
ખંભાળિયા તાલુકાના બજાણા ગામે રહેતી ભાવિશાબેન રમેશભાઈ અપારનાથી નામની 16 વર્ષની બાવાજી તરુણીને ગત તારીખ 11 માર્ચના રોજ પોતાના રહેણાંક મકાનમાં ઝેરી જંતુનાશક દવાના છંટકાવ તેણીને મોઢામાં દવા ઉડતા ઝેરી દવાની વિપરીત અસર વચ્ચે તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના પિતા […]
ડીજીપી વિકાસ સહાયની સો કલાક અંગેની સૂચના બાદ દ્વારકામાં રેન્જ આઈજી અશોક યાદવ દ્વારા ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ
Kunjan Radiya, જામ ખંભાળિયા, તા. ૨૨-૦૩-૨૦૨૫ ગુજરાત રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અસામાજિક તત્વોને સુધી પાઠ ભણાવવા માટેના સો કલાકની ડ્રાઈવ અંતર્ગત આજરોજ દ્વારકા ખાતે રાજકોટ રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવ દ્વારા ક્રાઇમ કોન્ફરન્સ યોજી પત્રકારોને વિવિધ માહિતીઓ આપી હતી. રાજકોટ રેન્જમાં પોલીસ દ્વારા અંદાજિત 2270 ગુનેગારોને ચિન્હિત કરવામાં આવ્યા છે. […]
નવારતનપર પંચાયત પરિસરમાં દારૂ માટે જાણીતી પ્રવીણની દુકાન હટાવવા પંચાયતની કાર્યવાહી શરૂ: ગુંડાઓ સામે ફરજમા રુકાવટ, ધમકી અને લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ એફઆઇઆર કરવા પોલીસને રજૂઆત
ગામના રસ્તામાં અને પંચાયત પરિસરમાં આવેલી દુકાન હટાવી દબાણ ખુલ્લું કરવા નોટિસ પાઠવી નવા રતનપર ગ્રામ પંચાયતે સાત દિવસની મહેતલ આપી: સાત દિવસમાં યોગ્ય ખુલાસો નહીં થાય તો પંચાયત પોતાની રીતે દબાણ હટાવવા લેશે હાર્ડ એકશન નારન બારૈયા, નવારતનપરગેરકાયદે ડીઝલ, દબાણ અને દેશી દારૂના દુષણ માટે છેલ્લા વર્ષોમાં ભયંકર રીતે બદનામ થઈ ચૂકેલા ભાવનગર તાલુકાના […]
કલ્યાણપુરના લાંબા વિસ્તારમાંથી અનઅધિકૃત રીતે રેતી ભરેલું ટ્રેક્ટર ઝડપાયું
કલ્યાણપુર, તા. ૨૦-૦૩-૨૦૨૫ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર વિસ્તારમાં સ્થાનિક પી.એસ.આઈ. યુ.બી. અખેડની સૂચના મુજબ સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલા નાઈટ પેટ્રોલિંગ દરમિયાન એએસઆઈ વજસીભાઈ પોસ્તરિયા તેમજ સુમાજભાઈ વારોતારીયાને મળેલી ચોક્કસ બાતમીના આધારે લાંબા બંદર દરિયા કાંઠા વિસ્તારમાંથી જી.જે. 03 ડી.ડી. 6804 નંબરના એક ટ્રેક્ટરને અટકાવીને ચેકિંગ કરતા આ ટ્રેક્ટરની ટ્રોલીમાં દરિયાઈ […]
ખંભાળિયાના હદપારીના ગુનાના આરોપી પ્રવીણને છરી સાથે દબોચી લેવાયો
જામ ખંભાળિયા, તા. ૨૧-૦૩-૨૦૨૫ ખંભાળિયાના શક્તિનગર વિસ્તારમાં રહેતા એક શખ્સને તાજેતરમાં હદપારીના આદેશથી ત્રણ જિલ્લામાંથી છ માસ સુધી હદપાર કરવાનો હુકમ થયો હતો. આ વચ્ચે આજરોજ હદપારીના ઉપરોક્ત આરોપીને પોલીસે છરી સાથે ઝડપી લઇ, હદપારીના હુકમનો ભંગ કરવા સબબ કાર્યવાહી કરી હતી. આ સમગ્ર પ્રકરણ અંગે પોલીસ સૂત્રો […]
તરુણને નશાની હાલતમાં લાવીને છરીથી મિત્રની હત્યા કરનાર હર્ષ ઝડપાયો : ભાવિ પત્નીને મોજ કરવવા માટે પૈસાની જરુર હોવાથી હત્યા બાદ લૂટ કરી હતી
ખંભાળિયા: પૈસાની લાલચે તરુણની હત્યા નિપજાવનાર આરોપી મિત્રને પોલીસે દબોચી લીધો – તરુણને નશાની હાલતમાં લાવીને છરી વડે નીપજાવી હતી હત્યા – કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૧-૦૩-૨૦૨૫ ખંભાળિયામાં રહેતા આશરે 16 વર્ષના એક તરુણની છરી વડે હત્યા નિપજાવી, તેની લાશ ફેંકી દેવાના પ્રકરણમાં નોંધાયેલી પોલીસ ફરિયાદને અનુલક્ષીને એલસીબી પોલીસે તાકીદની કાર્યવાહી […]
