Monday July 28, 2025

દ્વારકામાં હોળાષ્ટકનો પ્રારંભ, રાજાધિરાજ દ્વારકાધીશ શ્વેત વાઘામાં અબીલ-ગુલાલની પોટલી ધારણ કરશે

કુજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૦૭-૦૩-૨૦૨૫           આજરોજ તા. 7 માર્ચથી હોળાષ્ટકનો પ્રારંભ થયો છે. જેથી દ્વારકાના જગતમંદિરમાં દોલોત્સવ સુધી ઠાકોરજીને સવારે શૃંગાર આરતી તેમજ સાંજે સંધ્યા આરતી દરમ્યાન સફેદ વસ્ત્રો સાથેના અલૌકિક શૃંગાર સાથે બંને આરતી સમયે ઠાકોરજી સંગ ચાંદીની પિચકારીમાં કેસરજળ તથા અબીલ ગુલાલની પોટલી સાથેના શૃંગાર યોજાશે. – […]

પૂ. જલારામ બાપા વિશે અશોભનીય કથનનો કોઈને અધિકાર નથી: પરિમલ નથવાણી

જામ ખંભાળિયા, તા. ૦૭-૦૩-૨૦૨૫         સંત શિરોમણી પૂ. જલારામ બાપાને માત્ર લોહાણા સમાજના જ નહીં, પરંતુ સમગ્ર હિન્દુ સમાજ ભગવાન માને છે. તેમનું અપમાન કરવાનો કોઈને અધિકાર નથી તેમ જણાવી, ખંભાળિયાના મૂળ વતની અને રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણીએ તાજેતરના એક વ્યક્તિ દ્વારા કરાયેલા પૂ. જલારામ બાપા વિશેના કથનને વખોડી કાઢ્યા છે.   […]

8 માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગ સ્વરૂપે દ્વારકામાં યોજાશે નારી શક્તિને વંદન કાર્યક્રમ

જામ ખંભાળિયા, તા. ૦૬-૦૩-૨૦૨૫                ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ચેરમેન યોગ સેવક શિશપાલજી રાજપુતના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં સ્વસ્થ અને નીરોગી જીવન માટેની યોગક્રાંતિ થઈ રહી છે. ત્યારે દ્વારકામાં સનાતન સેવા મંડળ ક્રાંતિકારી મુળુભા માણેક સર્કલ દ્વારકા ખાતે સવારે 10 થી બપોરે 1 વાગ્યા સુધી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને […]

ન્યૂઝીલેન્ડના વેલિંગ્ટન શહેર ખાતે રામકૃષ્ણ શાસ્ત્રીના વ્યાસાસને રામકથાનો પ્રારંભ

હરેશ જોષી, વેલિંગ્ટન ભાવનગર સ્થિત લોકસંત પૂ. રામકૃષ્ણ શાસ્ત્રીજી- કુંઢેલી વાળાના કંઠે ન્યૂઝીલેન્ડના વેલિંગ્ટન શહેર ખાતે રામકથા પ્રવાહિત થઈ રહી છે. કથા પ્રારંભે કથાપ્રેમી રિશિભાઈ પટેલ અને પ્રતિકભાઈ ચૌહાણના નિવાસેથી પોથી યાત્રા નીકળી હતી.રામકથાના મંગલાચરણ બાદ નરેન્દ્રભાઇ ચૌહાણ, જીગરભાઈ ચૌહાણ,મનીષભાઈ મિસ્ત્રી,રાજેશભાઈ સોલંકી તેમજ સ્થાનિક ગાયત્રી પરિવારના પ્રમુખ મીનાબેન પટેલ, નગીનભાઈ પટેલ તથા કાંતિભાઈ પટેલનું વિશેષ […]

પો૨બંદ૨ની શ્રીનાથજીની હવેલીમાં ફુલફાગ – હોળી રસીયાનું અનેરૂ આયોજન

ભરત લાખાણી, પોરબંદર પો૨બંદ૨માં વૈષ્ણવોનું આસ્થાનું પ્રતિક એટલે શ્રીનાથજી ની હવેલી છે. અને વર્ષો અગાઉ ફુલફાગ હોળી ૨સીયા માત્ર હવેલીમાં જ ઠાકોરજીની સનમુખ ક૨વામાં આવતા હતાં. પરંતુ હવે ધીરે ધીરે વૈષ્ણવો અલગ અલગ જગ્યાએ હોળી રસીયાનો મનોરથ કરતા હોય છે. પરંતુ પોરબંદરની શ્રીનાથજી ની હવેલીના મુખ્યા પ્રકાશભાઈ ઠાકોર દ્વા૨ા હજુ પણ વૈષ્ણવોની પ્રણાલી અને રીવાજ […]

હોળી-ધુળેટીના તહેવારોને અનુલક્ષીને દેવભૂમિ દ્વારકામાં વિવિધ પ્રકારના પ્રતિબંધ અંગેના જાહેરનામા અમલી

જામ ખંભાળિયા, તા. ૦૬-૦૩-૨૦૨૫         આગામી હોળી-ધુળેટીના તહેવાર દરમ્યાન ગુજરાત રાજ્યના જૂદા-જૂદા જિલ્લાઓ તથા અન્ય રાજ્યોમાંથી પદયાત્રીઓ ચાલીને દ્વારકા મુકામે દર્શનાર્થે આવતા હોય છે, આ પદયાત્રીઓ દિવસ રાત્રિ દરમિયાન ચાલીને જતા હોવાથી રસ્તા પર સતત ટ્રાફિક રહે છે. આ સંજોગોમાં દ્વારકા શહેરમાં ટ્રાફિક જામની સ્થિતિ નિવારવા, ગેર વ્યવસ્થા અટકાવવા તથા સલામતીને ધ્યાને […]

દ્વારકાના રઘુવંશી સીનીયર સીટીઝનની 50 મી એનીવર્સરી નિમિત્તે ઓખામંડળ-બારાડીની ઊભી ધામ

જામ ખંભાળિયા, તા. ૦૬-૦૩-૨૦૨૫      દ્વારકા શહેરમાં આવેલી 140 વર્ષ જૂની ગૌશાળા પરિસરમાં આગામી શુક્રવાર તારીખ 7 ના રોજ દ્વારકાના રઘુવંશી સીનીયર સીટીઝન જેઠાલાલ રાયઠઠ્ઠાની લગ્નની 50 મી લગ્ન તિથિ (એનિવર્સરી) નિમિત્તે સમસ્ત ઓખામંડળ અને બારાડી વિસ્તારના રઘુવંશી સમાજની ઊભી ધામ (સમૂહ પ્રસાદ)નું આયોજન કરવામાં આવ્યું છે. જેના માટે કાર્યકરો દ્વારા તડામાર તૈયારીઓ કરાઈ […]

પાસામાં અંદર થયો: સુરજકરાડીના માથાભારે મનુષ્ય રાકેશ રોશિયાને પોલીસે કઈ જેલમાં મૂક્યો?

જામ ખંભાળિયા, તા. ૦૫-૦૩-૨૦૨૫          ઓખા મંડળના મીઠાપુર તાબેના સુરજકરાડી ગામે રહેતો રાકેશ ધનાભાઈ રોશિયા નામનો 32 વર્ષનો શખ્સ છેલ્લા કેટલાક સમયથી વિવિધ પ્રકારના ગુનાઓ સાથે સંડોવાયેલો હતો. જેની સામે સમયાંતરે નોંધાયેલી ફરિયાદો અન્વયે જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા માથાભારે શખ્સો સામે કડક હાથે કાર્યવાહી કરવા માટે એલ.સી.બી. પોલીસને આપવામાં આવેલી […]

ભદ્રાવળમાં સુશીલાબા જલધારા અને બટુકદાદા જલધારા નું લોકાર્પણ

હરેશ જોષી, ભદ્રાવળ ગુલાબચંદ ઝવેરચંદ શાહ શાળા ભદ્રાવળ ખાતે સુશીલાબા જલધારા નું લોકાર્પણ કરવામાં આવ્યું. આ શાળામાં પાણીની પરબ બંધાવી માતુશ્રી સુશીલાબાના આત્માને તર્પણ કરવામાં આવ્યું. છેલ્લા 17 વર્ષથી માદરે વતન ને જતન કરી રહેલા સુશીલાબા પરિવાર થકી પીવાના પાણીની સવલત કરી આપવામાં આવી છે . શાળાના આચાર્યશ્રી અને ગ્રામજનોએ ખૂબ ખૂબ આભાર ની લાગણી […]

વનતારામાં વડાપ્રધાન મોદીએ કર્યો પશુઓ સાથે વાર્તાલાપ

–  પશુ પક્ષીઓના આવાસ “વનતારા”નું ઉદ્ઘાટન કરતા વડાપ્રધાન –  કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૦૪-૦૪-૨૦૨૫       વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વન્યજીવોના રેસ્ક્યુ, પુનર્વસન અને સંવર્ધન કેન્દ્ર-વનતારાનું ઉદ્દઘાટન કરીને મુલાકાત લીધી હતી.       વનતારામાં 2,000થી વધુ પ્રજાતિના 1.5 લાખથી વધુ રેસ્ક્યુ કરાયેલા, નામશેષ થઈ રહેલા પ્રાણીઓ નિવાસ કરે છે. વડાપ્રધાને સેન્ટર ખાતેની વિવિધ […]

Back to Top