નારાયણ સરોવરમાં રામકથામૃત સાથે ભોજન પ્રસાદ અને શેરડીરસનું પાન કરતાં ભાવિકો કોટેશ્વર, મંગળવાર તા.૧૮-૨-૨૦૨૫( મૂકેશ પંડિત દ્વારા ) કોટેશ્વર નારાયણ સરોવરમાં રામકથામૃત સાથે ભોજન પ્રસાદ અને શેરડીરસનું ભાવિકો પાન કરી રહ્યાં છે. રામકથા ‘માનસ કોટેશ્વર’ ગાન કરતાં શ્રી મોરારિબાપુએ ઈશ્વર તત્ત્વ ચિંતન કરતાં સનાતન ધર્મમાં જ બધાં સમાવિષ્ઠ છે, એટલે સનાતન એ જ શાશ્વત છે, […]
Category: SOCIAL
જન્મદિન શુભેચ્છા: ખંભાળિયાના સેવાભાવી કાર્યકર જયસુખ સોનૈયાના સુપુત્ર ડો. સ્નેહ સોનૈયાનો આજે જન્મદિવસ
જામ ખંભાળિયા, તા. ૧૮-૦૨-૨૦૨૫ ખંભાળિયાના જાણીતા વેપારી અગ્રણી અને સેવાભાવી કાર્યકર જયસુખભાઈ સોનૈયા (પીંડારા વાળા ) તેમજ હિના સોનૈયાના પુત્ર ડો. સ્નેહ સોનૈયાનો આજે જન્મદિવસ છે. સ્નેહ સોનૈયા કે જેઓ પ્રથમ ધોરણથી કોલેજ કાળ સુધી અભ્યાસમાં અવ્વલ જ રહ્યા છે. ઉચ્ચ અભ્યાસ અર્થે તેમણે MBBS તથા MD ની ડિગ્રી […]
દ્વારકામાં વ્રજ હોસ્પિટલના ઉપક્રમે વિના મૂલ્યે માયનોર ઓપરેશનનો મેગા કેમ્પ યોજાયો
– ડો. સાગર કાનાણી દ્વારા મોટી સંખ્યામાં દર્દીઓને સારવાર સાથે દવાઓ અપાઈ – જામ ખંભાળિયા, તા. ૧૭-૦૨-૨૦૨૫ દ્વારકામાં નિયમિત રીતે વિના મૂલ્યે નિદાન સાથે વિવિધ પ્રકારની સામાજિક સેવાઓ કરતા જાણીતા તબીબ ડો. સાગર કાનાણી દ્વારા પોતાના પુત્ર શ્રેષ્ઠના જન્મદિવસની ઉજવણી દર વર્ષે વિશિષ્ટ રીતે કરવામાં આવે છે. જેમાં દર વર્ષની જેમ […]
નારાયણ સરોવર ત્રિવિક્રમરાયજી દર્શન પૂજન કરતાં મોરારી બાપૂ: ગાદીપતિ સોનલલાલજી મહારાજ દ્વારા થયું વંદના અભિવાદન
નારાયણ સરોવર સોમવાર તા.૧૭-૨-૨૦૨૫( મૂકેશ પંડિત ) કચ્છમાં કોટેશ્વરમાં ચાલતી રામકથા દરમિયાન શ્રી મોરારિબાપુએ નારાયણ સરોવર શ્રી ત્રિવિક્રમરાયજી દર્શન પૂજન કરેલ. અંહિયા ગાદીપતિ શ્રી સોનલલાલજી મહારાજ દ્વારા વંદના અભિવાદન થયું. ભારતનાં પશ્ચિમ છેડે કચ્છનાં સુપ્રસિદ્ધ નારાયણ સરોવર શ્રી ત્રિવિક્રમરાયજી મંદિરમાં શ્રી મોરારિબાપુએ દર્શન પૂજન કરેલ.અંહિયા આ તીર્થસ્થાન ગાદીપતિ શ્રી સોનલલાલજી મહારાજ દ્વારા વંદના અભિવાદન થયું. […]
સુખ વહેંચવાથી વધે અને દુઃખ વહેંચવાથી ઘટે : મોરારી બાપૂ
કોટેશ્વર નારાયણ સરોવરમાં રામકથામાં ગીત, સંગીત અને હળવી મોજ સાથે ભાવિકો ઝૂમ્યાં નારાયણ સરોવર, સોમવાર તા.૧૭-૨-૨૦૨૫( મૂકેશ પંડિત ) કોટેશ્વર નારાયણ સરોવરમાં ‘માનસ કોટેશ્વર’ રામકથામાં ગીત, સંગીત અને હળવી મોજ સાથે ભાવિકો ઝૂમ્યાં. શ્રી મોરારિબાપુએ કથા પ્રવાહ સાથે કહ્યું કે, સુખ વહેંચવાથી વધે અને દુઃખ વહેંચવાથી ઘટે છે. કચ્છની ધરતી પર તીર્થસ્થાન કોટેશ્વર નારાયણ સરોવરમાં […]
ખંભાળિયાની વિજય હાઇસ્કુલના વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમન અંગે માહિતગાર કરાયા
– જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ખાસ કાર્યક્રમ યોજાયો – જામ ખંભાળિયા, તા. ૧૭-૦૨-૨૦૨૫ ખંભાળિયામાં રાષ્ટ્રીય વ્યાપી માર્ગ સલામતી અભિયાન “પરવાહ” (CARE) કાર્યક્રમ અંતર્ગત જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા આજરોજ અહીંની હર્ષદપુર વિસ્તારમાં આવેલી વિજય હાઇસ્કુલના વિદ્યાર્થીઓને ટ્રાફિક અવેરનેસ બાબતે માહિતગાર કરેલ તથા ટ્રાફિક નિયમો તેમજ રોડ ક્રોસ કરવા અંગે પ્રેક્ટિકલી જ્ઞાન આપવામાં આવ્યું […]
રેવા સરકારી હાઈસ્કૂલમાં ઉજવાયો સંસ્કાર-શિક્ષણ અને સંસ્કૃતિને ઉજ્જવળ કરતો અનેરો ત્રિવિધ કાર્યક્રમ
માતૃ-પિતૃ વંદના,ધો.10ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ અને વિશિષ્ટ કાર્યક્રમ યોજાયો મુકેશ પંડિત, રેવા રેવા સરકારી હાઈસ્કૂલમાં આ અનુપમ અને અદકેરાં કાર્યક્રમમાં ગામના વાલીઓને સંતાનો દ્વારા વંદના,પાય પ્રક્ષાલન અને આરતી ઉતારી પવિત્ર વેદ મંત્રોના ઉચ્ચારણ સાથે ભારતીય સંસ્કૃતિના ઉચ્ચ અને પ્રેરક મૂલ્યોનું જતન કરવાના ઉમદા આશયથી ૧૪મી ફેબ્રુઆરીના દિવસને વિશિષ્ટ રીતે ઉજવી શિક્ષણ જગત માટે અનુકરણીય કાર્ય […]
પ્રયાગરાજમાં આગમન સૂર્યનારાયણનું…
પ્રયાગરાજ ( તસવીર કથા – મૂકેશ પંડિત )ભારતવર્ષનાં મહાનતીર્થ સ્થાન પ્રયાગરાજમાં મહાકુંભમેળો ચાલી રહ્યો છે. ગંગા, યમુના અને ગુપ્ત સરસ્વતીનાં આસ્થાભર્યા સંગમક્ષેત્રમાં વહેલી સવારથી ભાવિકો સ્નાન લાભ લઈ રહ્યાં છે. આ વેળાએ પ્રયાગરાજમાં થાય છે, આગમન સૂર્યનારાયણનું… સર્વત્ર ભાવિક માનવીઓ ઉમટી રહ્યાં છે, તો સવારનાં પહોરથી જ પંખીડાઓ પણ તેમનું કર્મ શરૂ કરે છે. કુંભમેળાનાં […]
ભદ્રાવળમાં સુશીલાબા જલધારા અને બટુકદાદા જલધારાનું લોકાર્પણ
હરેશ જોષી, ભદ્રાવળ ભદ્રાવળ ખાતે સુશીલાબા જલધારાનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ શાળામાં સરસ મજાનું પાણીની પરબ બંધાવી માતુશ્રી સુશીલાબાના આત્માને તર્પણ કરવામાં આવ્યું. છેલ્લા 17 વર્ષથી માદરે વતન ને જતન કરી રહેલા આ સુશીલાબા પરિવાર થકી ખૂબ જ સારું પરબ બંધાવ્યું . શાળાના આચાર્યશ્રી અને ગ્રામજનોએ ખૂબ ખૂબ આભાર ની લાગણી વ્યક્ત કરી હતી. આ […]
