Sunday July 27, 2025

ખંભાળિયામાં આગામી રવિવારથી શ્રીમદ ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન

જામ ખંભાળિયા, તા. ૨૩-૦૩-૨૦૨૫        ખંભાળિયામાં જડેશ્વર રોડ ઉપર આવેલી જડેશ્વર હાઉસિંગ સોસાયટી ખાતે આગામી રવિવાર તારીખ 30 માર્ચથી શનિવાર તારીખ 5 એપ્રિલ સુધી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ (સમૂહ સપ્તાહ)નું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.        શ્રી જડેશ્વર હાઉસિંગ સોસાયટી દ્વારા આયોજિત આ સમૂહ સપ્તાહમાં વ્યાસપીઠ પર જાણીતા શાસ્ત્રી શ્રી ચિરાગભાઈ […]

ભાણવડમાં રૂ. પોણા ચાર કરોડના ખર્ચે સરકારી તાલુકા પુસ્તકાલયનું ખાતમુહૂર્ત

જામ ખંભાળિયા, તા. ૨૩-૦૩-૨૦૨૫        ભાણવડમાં દરબારગઢ ખાતે રૂ. 3.78 કરોડના ખર્ચે નિર્માણ થનાર સરકારી તાલુકા પુસ્તકાલયનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. હાલમાં ભાણવડમાં સરકારી તાલુકા પુસ્તકાલયનું તાલુકા સેવા સદન ખાતે વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.       અહીંના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે ખાત મુહૂર્ત બાદ તેમણે જણાવ્યું […]

દ્વારકામાં ગુરુવારથી શરૂ થનારા 11 દિવસીય 108 કુંડી મહા વિષ્ણુયાગ યજ્ઞની ચાલતી તડામાર તૈયારીઓ

જામ ખંભાળિયા, તા. ૨૪-૦૩-૨૦૨૫       તીર્થભૂમિ દ્વારકાના મોરબી હાઉસ ગ્રાઉન્ડ ખાતે આગામી ગુરૂવાર તા. 27 થી તા. 6 એપ્રિલ દરમિયાન વીર શહીદોની સ્મૃતિમાં 11 દિવસીય 108 કુંડ મહા વિષ્ણુયાગ યજ્ઞનું ભવ્ય આયોજન કરાયું છે. જેની તડામાર તૈયારીઓ હાલમાં જોરશોરથી ચાલી રહી છે.           આ અંગે પ્રખ્યાત સંત બાલક યોગેશ્વર […]

લલિતકલા અકાદમી દ્વારા આયોજિત ચિત્ર પ્રદર્શનમાં નગરના સ્થાપત્યોને ચિત્રકારોએ કેનવાસ પર કંડાર્યા

કુંજન રાડિયા, જામનગર, તા. ૨૪-૦૩-૨૦૨૫         ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગરના હેઠળની ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી દ્વારા રાજય કલા સ્પર્ધામાં ચિત્રકામ વિભાગમાં વિજેતા થયેલ કલાકારોના ચિત્રોનું શહેરના ટાઉન હોલ ખાતે પ્રદર્શન યોજવામાં આવ્યુ હતું.તા. 22 અને 23 માર્ચના બે દિવસ યોજાયેલા આ પ્રદર્શનનો બહોળી સંખ્યામાં જામનગરવાસીઓએ લાભ […]

વૈશ્વિક ઉત્સર્જનોમાં અસંતુલન હોવા છતાં ક્લાઈમેટ એક્શન માટે ભારતની વધતી જતી પ્રતિબદ્ધતા: પરિમલ નથવાણી

જામ ખંભાળિયા, તા. ૨૪-૦૩-૨૦૨૫ (કુંજન રાડિયા દ્વારા)        વિશ્વમાં વધતા જતા ઉષ્ણતામાનની સમસ્યા આજે સૌથી મહત્ત્વપૂર્ણ વૈશ્વિક ચિંતાઓમાંની એક છે, જેના માટે મુખ્યત્વે વિકસિત દેશો દ્વારા વધતાં જતાં ઉત્સર્જનો કારણભૂત છે. ભારત વિશ્વની 17 ટકા કરતાં વધુ જનસંખ્યા ધરાવે છે, અને તેમ છતાં વૈશ્વિક ગરમી વિરુદ્ધની લડાઈમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે, ઐતિહાસિક […]

પાલીતાણાના અનીડા મુકામે જીતુબાપુ ગોંડલીયાના વ્યાસાસને રામકથા યોજાશે

હરેશ જોષી, અનીડા આગામી તારીખ 06/4/2025 રામ નવમીના પાવન દિવસે શ્રી રામચરિત માનસ (રામકથા) નો પાલીતાણા ના શેત્રુજીડેમ પાસે આવેલ અનીડા ગામ ખાતે પ્રારંભ થવા જઈ રહ્યો છે. જેમાં કથા નો સમય સવાર ના ૯ થી ૧૨ અને બપોરે ૩ થી ૬ ના રહેશે કથા તારીખ 06/04/2025 થી 14/4/2025 સુધી રહેશે કથાના વ્યાસાસને શ્રી જીતુબાપુ […]

હર્ષદપુરમાં ” મૂળુભાઇ બેરા ષષ્ટિપૂર્તિ વન-ઉત્સવ” : 60 હજાર વૃક્ષોના મહાઅભિયાનનો પ્રારંભ

– કેબિનેટ મંત્રી મુળુભાઈએ વૃક્ષારોપણ કરીને પોતાના જન્મદિવસની કરી ઉજવણી – Kunjan Radiya, જામ ખંભાળિયા, તા. ૨૪-૦૩-૨૦૨૫       ખંભાળિયાના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાના 60 મા જન્મદિવસ નિમિતે “ષષ્ટિપૂર્તિ વન-ઉત્સવ”ના વિશિષ્ટ હરણફાળ અભિયાનનો પ્રારંભ ખંભાળિયાના હર્ષદપુર ખાતે કરવામાં આવ્યો હતો.           મંત્રી મુળુભાઈએ રવિવારે પોતાના જન્મદિવસ નિમિતે વૃક્ષારોપણ […]

સદ્દગુરુ સેવા આશ્રમ કોટિયામાં ગૌશાળાનાં લાભાર્થે ભાગવત કથા

સમાચાર યાદીવિશ્વાનંદ માતાજીનાં વ્યાસાસને થયેલ આયોજન મૂકેશ પંડિત, જાળિયા સોમવાર તા.૨૪-૩-૨૦૨૫ શ્રી સદ્દગુરુ સેવા આશ્રમ કોટિયામાં ગૌશાળાનાં લાભાર્થે આગામી સપ્તાહે ભાગવત કથા લાભ મળશે. શ્રી વિશ્વાનંદ માતાજીનાં વ્યાસાસને આયોજન કરવામાં આવ્યું છે. મહુવા પાસેનાં કોટિયામાં શ્રી સદ્દગુરુ સેવા આશ્રમમાં શ્રી કોટેશ્વર મહાદેવનાં સાનિધ્યમાં મહંત શ્રી મગનગિરીબાપુનાં નેતૃત્વમાં શ્રી શિવકુંજ આશ્રમ જાળિયાનાં શ્રી વિશ્વાનંદ માતાજીનાં વ્યાસાસને […]

રામેશ્વરબાપુ હરિયાણીનાં વ્યાસાસને ઋષિકેશમાં ભાગવત સપ્તાહ પ્રારંભ

બાબા કાલી કમલીવાળા વાનપ્રસ્થાશ્રમાં કથા લાભ લેતાં ભાવિકો મૂકેશ પંડિત, ઋષિકેશ રવિવાર તા.૨૩-૩-૨૦૨૫ શ્રી રામેશ્વરબાપુ હરિયાણીનાં વ્યાસાસને તીર્થસ્થાન ઋષિકેશમાં ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ પ્રારંભ થયો છે. ગંગાતટ પર તીર્થસ્થાન ઋષિકેશમાં બાબા કાલી કમલીવાલા વાનપ્રસ્થાશ્રમમાં શુક્રવારથી શ્રી રામેશ્વરબાપુ હરિયાણીનાં વ્યાસાસને ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો પ્રારંભ થયો છે, જેનો લાભ ભાવિકો લઈ રહ્યાં છે. સપ્તાહ પ્રારંભે ભાવિક શ્રોતાઓ ભક્તિભાવ […]

બજાણાની તરુણીનું ઝેરી દવાની અસરથી મૃત્યુ

       ખંભાળિયા તાલુકાના બજાણા ગામે રહેતી ભાવિશાબેન રમેશભાઈ અપારનાથી નામની 16 વર્ષની બાવાજી તરુણીને ગત તારીખ 11 માર્ચના રોજ પોતાના રહેણાંક મકાનમાં ઝેરી જંતુનાશક દવાના છંટકાવ તેણીને મોઢામાં દવા ઉડતા ઝેરી દવાની વિપરીત અસર વચ્ચે તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના પિતા […]

Back to Top