કુતિયાણા પોલીસની સરાહનીય કામગીરી: ખેડૂતના ખાતામાંથી ફ્રોડ થયેલા ₹1.80 લાખ પરત અપાવ્યા
પોરબંદર: કુતિયાણા પોલીસ સ્ટેશન દ્વારા ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત છેતરપિંડીનો ભોગ બનેલા એક અરજદારને તેમના નાણાં પરત અપાવી પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. વિગત મુજબ, કુતિયાણાના ખાગેશ્રી ગામના રહેવાસી રવિકુમાર કિશોરભાઈ ફળદુએ સરકારની NAFED યોજના હેઠળ મગફળીનું વેચાણ કર્યું હતું. જોકે, ટેકનિકલ ખામી અથવા ફ્રોડના કારણે તેમના હકના ₹1,80,845/- અન્ય કોઈ બેંક એકાઉન્ટમાં…
