Sunday August 10, 2025

કલ્યાણપુરના ગાગા ગામે ભત્રીજાએ પાવડાથી કરી કાકાની ઘાતકી હત્યા: ભત્રીજાની ધરપકડ

– અગાઉના મન દુઃખના કારણે કૌટુંબીક ભત્રીજાએ કાકાની નીપજાવી હત્યા –  જામ ખંભાળિયા, તા. ૧૬-૦૪-૨૦૨૫       કલ્યાણપુર તાલુકાના ગાગા ગામે એક યુવાન દ્વારા જુના મનદુઃખનો ખાર રાખી, તેના જ કુટુંબી એવા કાકાની પાવડાનો ઘા મારીને હત્યા નિપજાવ્યાનો બનાવ સામે આવ્યો છે.        આ સમગ્ર પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ […]

કલ્યાણપુરના ભોપલકા ગામે વૃદ્ધની હત્યા મામલે મહિલાઓ સહિત આઠ સામે ગુનો દાખલ : સામાન્ય બાબતનું મનદુઃખ રાખીને ધોકા વડે કરી ઘાતકી હત્યા

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૧૬-૦૪-૨૦૨૫         કલ્યાણપુર તાલુકાના ભોપલકા ગામે ગતરાત્રે સામાન્ય કારણોસર 60 વર્ષીય એક વૃધ્ધની બોથડ પદાર્થ ફટકારીને ઘાતકી હત્યા થયાનો બનાવ સામે આવ્યો છે. જે સંદર્ભે પોલીસે બે મહિલાઓ સહિત કુલ આઠ લોકો સામે ગુનો નોંધી, હત્યારાઓની શોધખોળ હાથ ધરી છે.        આ ચકચારી બનાવની વિગત […]

પોલીસના સિક્કા: સિક્કા અને જામનગરમાં બાઇક તફડાવનાર સલાયાનો સાહિલ દેવભૂમિ પોલીસના હાથે ઝડપાયો

ખંભાળિયા નજીક ચોરીના મોટરસાયકલ સાથે સલાયાનો શખ્સ ઝડપાયો – અન્ય એક બાઈક ચોરીની પણ કબુલાત આપી –  કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૧૬-૦૪-૨૦૨૫        ખંભાળિયા વિસ્તારમાં એસ.ઓ.જી. પોલીસ સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમ્યાન હેડ કોન્સ્ટેબલ હરદીપસિંહ જાડેજા અને કરણભાઈ સોંદરવાને મળેલી ચોક્કસ બાતમીના આધારે અહીંના સલાયા ચાર રસ્તા વિસ્તારમાં આવેલી સરકારી […]

છોકરીને ભગાડવાના ગુનાનો પેરોલ જમ્પ કરીને નાસી છૂટેલો મીઠાપુરના આરંભડાનો મહિપતભા ખંભાળિયામાં ઝડપાયો

– નાસ્તો કરતા આરોપીને એસ.ઓ.જી. પોલીસે ઝડપી લીધો – જામ ખંભાળિયા, તા. ૧૬-૦૪-૨૦૨૫       દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નોંધાયેલા પોકસોના ગુનામાં ઝડપાયેલા અને ત્યાર બાદ સજા પામી જેલમાંથી પેરોલ પર છૂટીને ફરાર થઈ ગયેલા આરંભડાના શખ્સને એસ.ઓ.જી. પોલીસે લીધો હતો.         પોલીસ સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ ઓખા મંડળના […]

ભોપાલકા ગામે વૃદ્ધની બોથડ પદાર્થ ફટકારીને હત્યા: પોલીસ ટીમ દોડી ગઈ

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૧૬-૦૪-૨૦૨૫         કલ્યાણપુર તાલુકાના ભોપલકા ગામે ગતરાત્રે કોઈ કારણોસર 60 વર્ષીય એક વૃધ્ધની બોથડ પદાર્થ ફટકારીને ઘાતકી હત્યા થયાનો બનાવ સામે આવ્યો છે. જે સંદર્ભે પોલીસે ગુનો નોંધી, હત્યારાની શોધખોળ હાથ ધરી છે.        આ સમગ્ર બનાવની જાણવા મળતી વિગત મુજબ કલ્યાણપુરથી આશરે 20 કિમી […]

ભાણવડનો દારૂ પ્રકરણનો નાસતો ફરતો આરોપી ઝડપાયો

– ડીવાયએસપી સ્ટાફની કામગીરી – જામ ખંભાળિયા, તા. ૧૫-૦૪-૨૦૨૫          ખંભાળિયા વિભાગના ડીવાયએસપી ડો. હાર્દિક પ્રજાપતિના સુપરવિઝન હેઠળ સ્ટાફ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં લાલશાહીથી દર્શાવેલા નાસતા ફરતા આરોપી સંદર્ભે સધન કાર્યવાહી કરવામાં આવી હતી. આ દરમિયાન ભાણવડ વિસ્તારમાં પેટ્રોલિંગ સમયે એએસઆઈ શક્તિરાજસિંહ જાડેજા તથા સુખદેવસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે ભાણવડ તાલુકાના […]

“રોટલી કેમ કાચી છે” કહીને પતિએ લોખંડનો સળીયો ફટકાર્યો: સઈ દેવળીયા ગામનો બનાવ

જામ ખંભાળિયા, તા. ૧૫-૦૪-૨૦૨૫        ભાણવડ તાલુકાના સઈ દેવળીયા ગામે રહેતા નીતાબેન વિજયભાઈ કેશવાલા નામના 25 વર્ષના પરિણીત મહિલાને તેણીના પતિ વિજય હમીરભાઈ કેશવાલાએ “રોટલી કેમ કાચી છે?” તેમ કહીને તેમની ઉપર રોટલીના ડબ્બાનો છૂટો ઘા કર્યો ગયો હતો. જેના કારણે તેમને પીઠના ભાગમાં ઇજાઓ થવા પામી હતી.         આટલું […]

દ્વારકામાં મળેલા અજાણ્યા યુવાનના મૃતદેહ સંદર્ભે પોલીસ તપાસ

જામ ખંભાળિયા, તા. ૧૫-૦૪-૨૦૨૫         દ્વારકાના પંચકૂઈ પાસેના દરિયા કિનારેથી ત્રણ દિવસ પૂર્વે આશરે 25 થી 30 વર્ષના અજાણ્યા યુવાનનો મૃતદેહ બિનવારસુ હાલતમાં મળી આવ્યો હતો. આશરે 5.6 ફૂટની ઊંચાઈ ધરાવતા મધ્યમ બંધાના અને ઘઉં વર્ણા આ યુવાનના ડાબા હાથની પર “રાજા મેલડી” તેમજ કાંડા ઉપર અંગ્રેજીમાં “DAD” ટેટુથી ત્રેફાવેલું છે.   […]

ખીરસરા ગામે જુગારના અખાડા પર પોલીસ ત્રાટકી: રૂ. સવા લાખના મુદ્દામાલ સાથે મહિલા સહિત સાત ઝબ્બે

જામ ખંભાળિયા, તા. ૦૯-૦૪-૨૦૨૫        કલ્યાણપુર પંથકના સ્થાનિક પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગમાં ખીરસરા ગામે ચાલતા એક જુગારના અખાડામાં દરોડો પાડી, પોલીસે એક મહિલા સહિત સાત શખ્સોને રૂપિયા સવા લાખના મુદ્દામાલ સાથે દબોચી લીધા હતા.          આ અંગેની વિગત એવી છે કે કલ્યાણપુર પોલીસ મથકના ઈન્ચાર્જ પી.આઈ. યુ.બી. અખેડ […]

બરડા ડુંગર વિસ્તારમાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ: રાબેતા મુજબ બુટલેગર ફરાર

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૧૨-૦૪-૨૦૨૫          દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયની સૂચના મુજબ એલસીબીની ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં આજરોજ શનિવારે એલ.સી.બી. પી.આઈ. કે.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન એલ.સી.બી.ના એ.એસ.આઈ. અરજણભાઈ ચંદ્રવાડીયા, જયદેવસિંહ જાડેજા, પરેશભાઈ સાંજવા અને મનહરસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે […]

Back to Top