દ્વારકામાં ભરશિયાળે અષાઢી માહોલ છવાયો : ભારે પવન સાથે માવઠું પડતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા
જામ ખંભાળિયા, તા. ૩૧-૧૨-૨૦૨૫ દ્વારકા જિલ્લામાં યાત્રાધામ દ્વારકા સહિત આસપાસના પંથકમાં આજે વાતાવરણમાં અચાનક આવેલા પલટાને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. હવામાન વિભાગની આગાહી મુજબ, વહેલી સવારથી જ આકાશ વાદળોથી ઘેરાયેલું જોવા મળ્યું હતું અને ત્યારબાદ જોરદાર પવન સાથે વરસાદી ઝાપટાં શરૂ થયા હતા. દ્વારકામાં વરસાદ એટલો વેગીલો હતો કે દ્વારકાના મુખ્ય…
