ભાવનગરના પચ્છેગામ ખાતે આયોજિત શ્રી મુરલીધરજી મહારાજ નિજ મંદિર મહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહભાગી થયાં
આવા આધ્યાત્મિક કાર્યક્રમો સમાજમાં સંસ્કાર, સમર્પણ અને સકારાત્મક ઊર્જાનો સંચાર કરે છે: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિપુલ હિરાણી દ્વારા ભાવનગર તા.૨૬ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે વલ્લભીપુરના પચ્છેગામ ખાતે આયોજિત પાવન ધાર્મિક મહાસંગમમાં હાજરી આપી અને વિશ્વપ્રસિદ્ધ ભાગવત કથાકાર રમેશભાઈ ઓઝાના શ્રીમદ્ ભાગવત કથારસનો લાભ લીધો. આ અવસરે મુખ્યમંત્રીશ્રીએ કથાના આયોજન બદલ ગોહિલ પરિવાર સેવાભાવી ટ્રસ્ટ…
