ખંભાળિયાના યુવા એડવોકેટ ભવ્ય કોટેચાની રેલવે પેનલમાં નિમણૂક
જામ ખંભાળિયા, તા. ૩૦-૦૧-૨૦૨૫ દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલા યુવા વકીલ ભવ્ય આર. કોટેચાની વેસ્ટર્ન રેલવેના પેનલ એડવોકેટ તરીકે નિમણૂક કરવામાં આવી છે. પ્રતિભાશાળી એડવોકેટ ભવ્ય કોટેચાને વકીલ મિત્રો તેમજ શુભેચ્છકો દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા છે. (ફોટો:- કુંજન રાડિયા)
