Headlines

ભાવનગર શહેર ભાજપે પહેલગામ ખાતેના ક્રૂર અને અમાનવીય આતંકી હુમલાની નિંદા કરી

હરેશ પરમાર, ભાવનગર તા. ૨૨-૦૪-૨૦૨૫ ના રોજ જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ નિર્દોષ નાગરિકો અને પ્રવાસીઓ પર હુમલો કરેલ. આ હુમલામાં ચોવીસ કરતા વધુ નિર્દોષ નાગરિકો અને પ્રવાસીઓનો ભોગ લેવાયો છે, ત્યારે ભાવનગર શહેર ભાજપે મૃતકોને શ્રદ્ધાંજલિ તેમજ તેમના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીને આવા ક્રૂર અને અમાનવીય કૃત્યને વખોડી કાઢ્યું હતું, તેમજ આતંકવાદી હુમલામાં સંડોવાયેલા કોઈપણ…

Read More

કાશ્મીરમાં વાદળ ફાટવાની ઘટનામાં ભોગ બનનારને મોરારિબાપુ દ્વારા શ્રધ્ધાંજલિ સાથે સહાય

હરેશ જોષી, મહુવા જીવ ગુમાવનારનાં પરિવારજનોને સંવેદના સાથે રૂપિયા ૨૫ હજાર લેખે રૂપિયા ૨ લાખ સહાયતા કાશ્મીર પ્રદેશમાં બે દિવસ પહેલાં વાદળ ફાટવાની ઘટનામાં ભોગ બનનારને મોરારિબાપુ દ્વારા શ્રધ્ધાંજલિ આપવામાં આવી છે. આ આપદામાં જીવ ગુમાવનારનાં પરિવારજનોને સંવેદના સાથે રૂપિયા ૨૫ હજાર લેખે રૂપિયા ૨ લાખ સહાયતા આપવામાં આવશે. છેલ્લાં બે દિવસ દરમિયાન કાશ્મીર સહિત…

Read More

પહેલગામના હુમલા અંગે ખંભાળિયામાં આતંકવાદનું પૂતળાં દહન કરાયું

જામ ખંભાળિયા, તા. ૨૩-૦૪-૨૦૨૫      જમ્મુ કાશ્મીરના પહેલગામમાં ગઈકાલે મંગળવારે ધર્મ પૂછીને અનેક હિન્દુ લોકોની ગોળી મારીને ઘાતકી હત્યા કરવામાં આવી છે. આ જધન્ય બનાવના સમગ્ર દેશમાં અને હિન્દુ સમાજમાં આક્રોશ વ્યાપ્યો છે.      આ હિચકારા બનાવને અનુલક્ષીને ખંભાળિયામાં જોધપુર ગેઈટ ચોક ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા આતંકવાદના પૂતળાનું દહન કરી,…

Read More

ઓખા માં ટાટા અને આરએસપીએલ ઘડી કંપની સામે વિરોધનો વંટોળઓખા મંડળના જળ, જમીન, જંગલ, જળ સ્તર અને દરિયામાં પ્રદૂષણ અટકાવવાની માંગઓખા માં ટાટા અને આરએસપીએલ ઘડી કંપની સામે વિરોધનો વંટોળ

– ગુજરાત કિસાન કોંગ્રેસ દ્વારા દ્વારકા પ્રાંત અધિકારીને આવેદનપત્ર –  – સરકાર સામે ભૂંગળા વગાડી, તાળી, થાળી વગાડી અનોખો કાર્યક્રમ યોજાયો –  – ખાનગી કંપની દ્વારા જમીન અને દરિયો પ્રદુષિત કરાતા હોવાની ફરિયાદ કુંજન રાડિયા –જામ ખંભાળિયા, તા. ૨૩-૦૪-૨૦૨૫         ઓખા મંડળ તાલુકામાં ખાનગી કંપનીઓ દ્વારા પ્રદુષણના કારણે જળ, જંગલ, જમીન, ખેડૂતોના…

Read More

કાલે વિશ્વ પુસ્તક દિવસ: ખંભાળિયાના સાહિત્ય-વાંચન પ્રેમીઓ માટે બનશે સુવિધાસભર ગ્રંથાલય

– રૂપિયા 6 કરોડના ખર્ચે ગ્રંથાલયનું આયોજન –  જામ ખંભાળિયા, તા. ૨૨-૦૪-૨૦૨૫       વિશ્વભરમાં પુસ્તકોના વાંચનને પ્રોત્સાહન આપવા તથા વાંચન પ્રત્યેની જાગૃતિ કેળવવા દર વર્ષ 23 એપ્રિલના રોજ વિશ્વ પુસ્તક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. એમ કહેવાય છે કે સારા પુસ્તકો જેવો કોઈ કાયમી મિત્ર નથી હોતો.     આજે વિશ્વ પુસ્તક દિવસ…

Read More

દ્વારકામાં સોમવારથી શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન

જામ ખંભાળિયા, તા. ૧૯-૦૪-૨૦૨૫        દેવભૂમિ દ્વારકામાં જલારામ મંદિર પાસે આવેલા શ્રી સોમેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં આગામી સોમવાર તારીખ 21 મી થી રવિવાર તારીખ 27મી સુધી શ્રીમદ ભાગવત સપ્તાહનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ચંદ્રેશભાઈ જે. અત્રિ વ્યાસાસને બિરાજી અને તેમની સંગીતમય શૈલીમાં કથામૃતનું રસપાન કરાવશે.         સર્વે પિતૃઓના…

Read More

લોકભારતી અધ્યાપન મંદિર સણોસરામાં દ્વિતીય વર્ષના તાલીમાર્થીઓનો દીક્ષાંત- શુભેચ્છા કાર્યક્રમ સમ્પન્ન

મૂકેશ પંડિત, સણોસરા લોકભારતી અધ્યાપન મંદિર સણોસરામાં દ્વિતીય વર્ષના તાલીમાર્થીઓનો દીક્ષાંત- શુભેચ્છા કાર્યક્રમ ભાવનગર જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીના અધ્યક્ષ પદે યોજાયો. સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી અરુણભાઈ દવે, લોકભારતી યુનિવર્સિટીના કુલપતિ શ્રી રાજેન્દ્રભાઈ ખીમાણી, ટ્રસ્ટી શ્રી રામચંદ્રભાઇ પંચોળી, નિયામક શ્રી હસમુખભાઈ દેવમુરારિ સહિતના વિવિધ વિભાગના વિભાગીય હોદ્દેદારો હાજર રહ્યા હતા.આચાર્યશ્રી જગદીગિરિ ગોસાઈએ કાર્યક્રમની આવકાર ભૂમિકા રજૂ કરી…

Read More

ખંભાળિયા: ભરણપોષણ કેસના આરોપીને ઝડપી લેવાયો

જામ ખંભાળિયા, તા. ૧૮-૦૪-૨૦૨૫         ખંભાળિયાની વ્રજધામ સોસાયટી વિસ્તારમાં રહેતા સાગર દિલીપભાઈ બલભદ્ર નામના 37 વર્ષના યુવાન સામે અગાઉ ફેમિલી કોર્ટમાં ભરણપોષણ અંગેનો કેસ થયેલ હોય અને આ કેસ ચાલી જતા ગત તારીખ 20 ફેબ્રુઆરી 2025 ના રોજ નામદાર અદાલતે આરોપીને 160 દિવસની સાદી કેદ તેમજ 64 હજાર રૂપિયા અરજદારને જેલ ઓથોરિટીને…

Read More

ભાણવડના ભેનકવડમાં ચડી આવ્યો મગર : રેસ્ક્યુ કરાયું

જામ ખંભાળિયા, તા. ૧૮-૦૪-૨૦૨૫        ભાણવડના વર્તું -2 નજીકના ભેનકવડ ગામમાં ગુરુવારે એક મગર ચડી આવ્યો હતો. આ અંગેની જાણ ગ્રામજનોને થતા આ મગરને જોવા માટે લોકોના ટોળે-ટોળા એકઠા થયા હતા.        ગ્રામજનો દ્વારા આ અંગે વન વિભાગને જાણ કરાતા વન વિભાગના ફોરેસ્ટર ખીમભાઈ ચાવડા અને એનિમલ લવર્સ ગ્રુપના રેસ્ક્યુઅર તુરંત…

Read More

નવારતનપરની છાત્રાનો સ્માર્ટ ફોન દ્વારકામાં ગૂમ થતા “ધ ગ્રેટ વર્લ્ડ “ના પ્રયત્નોથી પરત મળ્યો

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૧૮-૦૪-૨૦૨૫         ભાવનગર તાલુકાના નવા રતનપરથી દેવભૂમિ દ્વારકાની યાત્રાએ આવેલ થોડા દિવસ પૂર્વે આવેલી એક વિદ્યાર્થિનીનો મોબાઈલ માર્ગમાં પડી ગયો હતો જેની લાંબી શોધખોળના અંતે પણ આ ફોન ન મળતા આખરે તેણીએ ડિઝિટલ પ્લેટફોર્મ “ધ ગ્રેટ વર્ડ”ની સંપર્ક કર્યો હતો.          દ્વારકા – ગોપી…

Read More