“આ વખતે જનતા પરિવર્તનના મૂડમાં છે” – અશોક ગોહિલ ‘બાદલ’
ભાવનગર તાલુકા કોંગ્રેસના પ્રમુખ અને અખિલ ભારતીય કોળી સમાજના ભાવનગર જિલ્લા ઉપપ્રમુખ -લોકસેવાના “ધુરંધર” અશોક ગોહિલ “બાદલ” સાથે ખાસ મુલાકાત
હાથબ સીટ પર કોંગ્રેસનો હુંકાર: નિઃસ્વાર્થ જનસેવા અને નૈતિકતાના જોરે ભાજપના ગઢમાં ગાબડું પાડવા અશોકભાઈ બાદલ તૈયાર
ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર
ભાવનગર જિલ્લા પંચાયતની આગામી ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે ત્યારે રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ખાસ કરીને પ્રતિષ્ઠાભરી ગણાતી હાથબ જિલ્લા પંચાયત સીટ પર આ વખતે જંગ રસપ્રદ બન્યો છે. હાથબ સીટના કોંગ્રેસના ઉમેદવાર મનિષાબેન ગોહિલના પતિ અને ભાવનગર તાલુકા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અશોક ગોહિલ (બાદલ) એ તાજેતરમાં ‘ધ ગ્રેટ વર્લ્ડ’ ને આપેલા એક ખાસ ઇન્ટરવ્યૂમાં ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા અને કોંગ્રેસની જીતનો મક્કમ આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
જનતાનો વિશ્વાસ અને પરિવર્તનનો જુવાળ
ઇન્ટરવ્યૂ દરમિયાન અશોકભાઈ બાદલે જણાવ્યું હતું કે, “આ વખતે ચૂંટણી માત્ર પક્ષો વચ્ચેની નથી, પરંતુ ભ્રષ્ટાચાર અને પ્રામાણિકતા વચ્ચેની છે.” તેમણે ઉમેર્યું કે ભાવનગર તાલુકાની જનતા પરિવર્તનના મૂડમાં છે.
