Headlines

આ વખતે જનતા પરિવર્તનના મૂડમાં છે – અશોક ગોહિલ ‘બાદલ’

“આ વખતે જનતા પરિવર્તનના મૂડમાં છે” – અશોક ગોહિલ ‘બાદલ’

ભાવનગર તાલુકા કોંગ્રેસના પ્રમુખ અને અખિલ ભારતીય કોળી સમાજના ભાવનગર જિલ્લા ઉપપ્રમુખ -લોકસેવાના “ધુરંધર” અશોક ગોહિલ “બાદલ” સાથે ખાસ મુલાકાત

હાથબ સીટ પર કોંગ્રેસનો હુંકાર: નિઃસ્વાર્થ જનસેવા અને નૈતિકતાના જોરે ભાજપના ગઢમાં ગાબડું પાડવા અશોકભાઈ બાદલ તૈયાર

ધ ગ્રેટ વર્લ્ડ, ​ભાવનગર

​ભાવનગર જિલ્લા પંચાયતની આગામી ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે ત્યારે રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ખાસ કરીને પ્રતિષ્ઠાભરી ગણાતી હાથબ જિલ્લા પંચાયત સીટ પર આ વખતે જંગ રસપ્રદ બન્યો છે. હાથબ સીટના કોંગ્રેસના ઉમેદવાર મનિષાબેન ગોહિલના પતિ અને ભાવનગર તાલુકા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અશોક ગોહિલ (બાદલ) એ તાજેતરમાં ‘ધ ગ્રેટ વર્લ્ડ’ ને આપેલા એક ખાસ ઇન્ટરવ્યૂમાં ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા અને કોંગ્રેસની જીતનો મક્કમ આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

જનતાનો વિશ્વાસ અને પરિવર્તનનો જુવાળ

​ઇન્ટરવ્યૂ દરમિયાન અશોકભાઈ બાદલે જણાવ્યું હતું કે, “આ વખતે ચૂંટણી માત્ર પક્ષો વચ્ચેની નથી, પરંતુ ભ્રષ્ટાચાર અને પ્રામાણિકતા વચ્ચેની છે.” તેમણે ઉમેર્યું કે ભાવનગર તાલુકાની જનતા પરિવર્તનના મૂડમાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *