Headlines

ખંભાળિયાના છાશ કેન્દ્રમાં આવતીકાલે વધુ એક સેવા પ્રવૃત્તિ


– 165 પરિવારોને હાફુસ કેરી અને પેંડાનું થશે વિતરણ –

જામ ખંભાળિયા, તા. ૨૬-૦૫-૨૦૨૬

       ખંભાળિયામાં સલાયા ગેઈટ પાસે આવેલી ગોવર્ધનનાથજીની જૂની હવેલી ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉનાળાના પ્રારંભથી અનેક જરૂરિયાતમંદ તેમજ મધ્યમ વર્ગના પરિવારોને નિયમિત રીતે વિના મૂલ્યે છાશનું વિતરણ કરવામાં આવે છે. તાજેતરમાં આ વિતરણનો લાભ લેતા 165 જેટલા પરિવારોને શ્રીખંડનું વિતરણ કરવામાં આવ્યું હતું.

      આ સાથે આવતીકાલે બુધવારે પવિત્ર પુરુષોત્તમ માસની અગિયારસ હોવાથી આ છાશ કેન્દ્રના તમામ લાભાર્થીઓને અહીંની જાણીતી સેવા સંસ્થા શ્રી લોહાણા વિદ્યાર્થી ભવનના સહયોગથી પેંડાનું બોક્સ તેમજ દાતા પરિવાર દ્વારા હાફુસ કેરીનું પણ વિતરણ કરવામાં આવનાર છે. સંસ્થાની આ સેવાકીય પ્રવૃત્તિ આવકારાયક અને પ્રેરણારૂપ બની રહી છે.

_____________________________________________________________________________

(કુંજન રાડિયા)


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *