Headlines

ખંભાળિયાના હનુમાન મંદિરમાં યોજાયા વિવિધ ધાર્મિક કાર્યક્રમો


જામ ખંભાળિયા, તા. ૦૨-૦૪-૨૦૨૬

      હનુમાન જયંતીના પાવન પર્વ નિમિત્તે આજે ખંભાળિયામાં આવેલા વિવિધ હનુમાન મંદિરોમાં ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

          પવનસુત મહાબલિ હનુમાનજીની જન્મ જયંતીના આ મહાપર્વ નિમિત્તે ખંભાળિયાના જુદા જુદા વિસ્તારોમાં આવેલા હનુમાનજીના મંદિરોમાં સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી હતી અહીંના જોધપુર ગેઈટ પાસે આવેલા રોકડિયા હનુમાનજી મંદિર, સલાયા ફાટક પાસે આવેલા રંગીલા હનુમાનજી મંદિર, સિવિલ હોસ્પિટલ સામેના વિસ્તારમાં આવેલા પ્રાચીન એવા ફુલેલીયા હનુમાનજી મંદિર, સહિતના મંદિરોમાં સવારથી જ મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જોવા મળી હતી. જ્યાં આરતી, પૂજન-અર્ચન વિગેરેનું આયોજન કરવામાં આવ્યું હતું.

       આ સાથે જુદા જુદા મંદિરોમાં બટુક ભોજન, પ્રસાદ સહિતના કાર્યક્રમનો લાભ મોટી સંખ્યામાં ભક્તજનોએ લીધો હતો. 

_____________________________________________________________________________

(ફોટો:- મિલન કોટેચા)


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *