જામ ખંભાળિયા, તા. ૦૨-૦૪-૨૦૨૬
ખંભાળિયાના આકાશમાં ગઈકાલે રાત્રે એક અલૌકિક નજારો જોવા મળ્યો હતો. જેમાં ચંદ્રની ફરતે ગોળ વલય દેખાતા આ અંગેના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.
ખંભાળિયા વિસ્તારના નભમાં ગઈકાલે બુધવારે રાત્રિના સમયે આકાશમાં રહેલા ચાંદાની આજુબાજુ વલય (ગોળ કુંડાળું) જોવા મળ્યું હતું. જે નિહાળીને ખંભાળિયાવાસીઓ આશ્ચર્યચકિત થયા હતા. આ ગોળ વલયના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. આ ખગોળીય ઘટનાએ લોકોમાં કુતૂહલ સાથે ચર્ચા જગાવી હતી.
_____________________________________________________________________________
(ફોટો:- મિલન કોટેચા)
