જામ ખંભાળિયા, તા. ૨૨-૦૫-૨૦૨૬
ખંભાળિયામાં ન્યુ રામનાથ પાર્કમાં શ્રી વલ્લભ માર્ગ ખાતે આવેલી શ્રી દ્વારકાધીશજીની હવેલી ખાતે હાલ અધિક માસને અનુલક્ષીને આગામી રવિવાર તા. 24 ના રોજ “નંદભવનમાં સપ્ત પલના” ના મનોરથ દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.
રવિવારે સાંજે 6 થી 8 વાગ્યા સુધી આ દર્શનનો લાભ લેવા વૈષ્ણવ ભાઈઓ-બહેનોને હવેલીના મુખ્યાજી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
_____________________________________________________________________________
(ફોટો: કુંજન રાડિયા)
