Headlines

ખંભાળિયાના જાણીતા દાતા સદગૃહસ્થ હાલાઈ ભાટીયા ધૈર્યસિંહ રાજડાનું નિધન 



જામ ખંભાળિયા, તા. ૨૨-૦૫-૨૦૨૬

જામ ખંભાળિયા: અહીંની સેવાભાવી સંસ્થા શેઠ હરજીવન નરોત્તમદાસ પાંજરાપોળના મેનેજિંગ ટ્રસ્ટી અને હાલાઈ ભાટીયા સ્વ. પુરુષોત્તમ ઠાકરશીભાઈ રાજડા તથા સ્વ. પ્રેમકુંવરબાઈ રાજડાના સુપુત્ર ધૈર્યસિંહ પુરુષોત્તમ રાજડા (ઉ.વ. 78) તે પ્રીતિબેનના પતિ, જય અને યશના પિતા, સ્વ. ઇન્દુબેન, સ્વ. હેમુબેન, સ્વ. ચંદ્રીબેન, સ્વ. કુસુમબેન, સ્વ. પન્નાબેન તથા દીનાબેનના ભાઈ તેમજ યશવંતસિંહ ખીમજી સંપટના જમાઈ ગુરૂવાર તા. 21-05-2026 ના રોજ મુંબઈ ખાતે શ્રીજી ચરણ પામ્યા છે.

        તેમની પ્રાર્થનાસભા રવિવાર તા. 24 ના રોજ સાંજે 5 થી 7 ગરવારે હોલ, એની બેસન્ટ રોડ, હાજીઅલી, મુંબઈ ખાતે રાખવામાં આવેલ છે. ધૈર્યસિંહભાઈ રાજડાના દુઃખદ નિધનથી ખંભાળિયાની વિવિધ સંસ્થાઓ સાથે તેમના પરિવારજનો અને મિત્ર વર્તુળમાં ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી છે.

_____________________________________________________________________________

(ફોટો: કુંજન રાડિયા)


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *