– જ્ઞાતિજનોની સુખાકારી માટે “વિશ્વકર્મા બાગ” ખાતે છ દિવસીય આયોજન –
જામ ખંભાળિયા, તા. ૦૪-૦૬-૨૦૨૬
ખંભાળિયામાં શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ દ્વારા જ્ઞાતિની વાડી “વિશ્વકર્મા બાગ” ખાતે જ્ઞાતિના શંકુલમાં જ્ઞાતિજનોના સહયોગથી જ્ઞાતિના સુખાકારી અને કલ્યાણ અર્થે શ્રી વિશ્વકર્મા પુરાણ જ્ઞાનયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
આગામી બુધવાર તા.10 થી શરૂ થનારા આ જ્ઞાનયજ્ઞમાં પોથીયાત્રા બાદ તા. 11 ના રોજ શ્રી 5 પુત્રોનું પ્રાગટ્ય, તા. 12 ના રોજ વાસ્તુ દેવનું પ્રાગટ્ય, તા. 13 ના રોજ સૂર્યનારાયણ – રન્નાદેનો લગ્નોત્સવ, તા. 14 ના રોજ શ્રીરામ તથા શ્રીકૃષ્ણ જન્મોત્સવ અને તા. 15 જૂનના રોજ શ્રી વિશ્વકર્મા મહાયજ્ઞ, પરચાઓની કથા બાદ કથા વિરામ થશે.
આ વિશ્વકર્મા પુરાણમાં વ્યાસપીઠ પર પ્રસિદ્ધ કથાકાર હિતેશભાઈ ભટ્ટ વ્યાસપીઠ પર બિરાજશે. શ્રી વિશ્વકર્મા પુરાણ દરમ્યાન દરરોજ રાત્રે જ્ઞાતિજનો માટે સમુહ ભોજન પ્રસાદનું પણ આયોજન કરવામાં આવેલ છે. સર્વે જ્ઞાતિજનોને દરરોજ બપોરે 3 થી સાંજે 7 વાગ્યા સુધી કથા શ્રવણનો લાભ લેવા આયોજકો દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
ગુર્જર સુતાર જ્ઞાતિજનોના આ ધાર્મિક આયોજન માટે શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ દ્વારા સંપૂર્ણ આયોજનની તૈયારીઓ માટે જ્ઞાતિના ટ્રસ્ટીઓ સાથે જ્ઞાતિજનો, કાર્યકરો દ્વારા નોંધપાત્ર જહેમત ઉઠાવવામાં આવી રહી છે.
_____________________________________________________________________________
(કુંજન રાડિયા)
