Headlines

ખંભાળિયામાં તા. 19 એપ્રિલના રોજ પરશુરામ જયંતિની થશે ભવ્ય ઉજવણી


– વિવિધ આયોજનો માટે ખાસ બેઠક યોજાઈ –

જામ ખંભાળિયા, તા. ૩૧-૦૩-૨૦૨૬

      ખંભાળિયામાં સારસ્વત જ્ઞાતિની બ્રહ્મપુરી ખાતે બ્રહ્મ સમાજ દ્વારા આગામી તારીખ 19 એપ્રિલના રોજ અખાત્રીજના શુભ દિવસે આરાધ્ય શ્રી પરશુરામ ભગવાનના જન્મોત્સવ કાર્યક્રમનું સુચારૂ આયોજન કરવા માટે ખાસ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમસ્ત બ્રહ્મ સમાજના હોદેદારો તેમજ બ્રહ્મ સમાજના આગેવાનો તેમજ સ્વયં સેવક ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

     આ મિટિંગમાં પરશુરામ ભગવાનની જન્મ જયંતિની ઉજવણી નિમિતે તા. 19 ના રોજ ભવ્ય શોભાયાત્રા, સમૂહ આરતી તેમજ સમૂહ પ્રસાદ માટે આયોજન કરી, જરૂરી સૂચનો લેવામાં આવ્યા હતા. આ સાથે આ સમગ્ર આયોજનને આખરી ઓપ આપવા માટે આગામી તા. 12 એપ્રિલના રોજ મિટિંગ યોજાવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

_____________________________________________________________________________– ભગવાન પરશુરામ ના ફોટા સાથે મેટર મુકાવવા વિનંતી.

(કુંજન રાડિયા)


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *