Headlines

જામનગરના રૂ. સવા કરોડના સાયબર ફ્રોડના ગુનામાં આરોપી જામીન મુક્ત


જામ ખંભાળિયા, તા. ૦૬-૦૫-૨૦૨૬

      મધ્ય પ્રદેશ રાજ્યના બક્ષીપુરના રહીશ રામજી કોમદસિંઘ લોઢી સામે જામનગરના સાઇબર ક્રાઇમ પોલીસ મથકમાં થોડા સમય પૂર્વે રૂપિયા 1.26 કરોડના સાયબર ફ્રોડની ફરિયાદ અંગેનો ગુનો નોંધાયો હતો. જેને અનુલક્ષીને જામનગર સાયબર ક્રાઇમ પોલીસે આરોપીની અટકાયત કરી હતી.

       આ પ્રકરણમાં આરોપીએ જામનગરની અદાલતમાં જામીન ઉપર મુક્ત થવા માટે અરજી કરતા આ પ્રકરણમાં આરોપી તરફ રોકાયેલા ખંભાળિયાના એડવોકેટ ધ્રુમિલ પંચમતીયા દ્વારા કરવામાં આવેલી દલીલોને ધ્યાનમાં લઇને જામનગરની કોર્ટે આરોપીને યોગ્ય શરતોને આધીન જામીન ઉપર મુક્ત કરવા માટેનો હુકમ કર્યો હતો.

      આ કેસમાં આરોપી તરફે ખંભાળિયાના એડવોકેટ ધ્રુમિલ એમ. પંચમતીયા, તરુણભાઈ વિઠલાણી અને એચ.જી. ચાવડા રોકાયા હતા. 

_____________________________________________________________________________

(કુંજન રાડિયા)


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *