Headlines

ખંભાળિયા: હનુમાન જયંતી પર્વે આવતીકાલે સંકીર્તન મંદિરમાં ધર્મોત્સવ


ધ ગ્રેટ વર્લ્ડ,જામ ખંભાળિયા

     પવનપુત્ર શ્રી હનુમાનજી મહારાજના જન્મોત્સવ પ્રસંગે આગામી ગુરૂવાર તારીખ 2 એપ્રિલના રોજ ખંભાળિયામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ અનેકવિધ ધર્મય કાર્યક્રમ યોજાયા છે. જેમાં અહીંના મહાદેવ વાડા નજીક આવેલા શ્રી હરિનામ સંકીર્તન મંદિર ખાતે ગુરુવારે 108 શ્રી હનુમાન ચાલીસાના હોમાત્મક પાઠ યોજાશે. જેમાં સવારે 8 વાગ્યે પ્રારંભ થઈને સાંજે 5 વાગ્યે બીડુ હોમવામાં આવશે. જેનો લાભ લેવા પ્રેમ પરિવાર દ્વારા સર્વે હનુમાન ભક્તોને અનુરોધ કરવામાં આવ્યો છે.

     આ ઉપરાંત દર વર્ષની જેમ આ વર્ષે પણ હનુમાન જયંતી નિમિત્તે અત્રે સલાયા ફાટક નજીક આવેલા રંગીલા હનુમાન, ફુલેલીયા હનુમાન સહિતના પ્રાચીન એવા હનુમાન મંદિરોમાં પૂજન-અર્ચન તેમજ બટુક ભોજન સહિતના કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા છે. 

_____________________________________________________________________________– હનુમાનજીના ફોટા સાથે મેટર મુકાવવા વિનંતી.

(કુંજન રાડિયા)


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *