જામ ખંભાળિયા, તા. ૦૯-૦૬-૨૦૨૬
ખંભાળિયા તાલુકાના સોનારડી ગામે રહેતા પ્રભાતસંગ કશરાજી જાડેજા નામના 66 વર્ષના વૃદ્ધને છેલ્લા આશરે 25 વર્ષથી ડાયાબિટીસ અને હૃદયરોગની બીમારી હતી. આ બીમારીથી કંટાળીને તેમણે ગઈકાલે સોમવારે પોતાની વાડીએ લાઈટના થાંભલામાં લાઈટના કેબલ વડે ગળાફાંસો ખાઈ લેતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના પુત્ર લખુભા પ્રભાતસંગ જાડેજાએ અહીંની પોલીસને કરી છે.
_____________________________________________________________________________
ખંભાળિયા નજીક ખાનગી કંપનીમાં દાઝી ગયેલા યુવાનનું મૃત્યુ
ખંભાળિયા – જામનગર હાઈવે પર આવેલી એક ખાનગી કંપનીમાં ગઈકાલે સોમવારે લાલપુર તાલુકાના મીઠોઈ ગામના સિધ્ધરાજસિંહ ઓઘુભા જાડેજા નામના 33 વર્ષના યુવાન એક પેટા કંપનીના વિસ્તારમાં લાઈન બંધ કરવાનું કામ કરી રહ્યા હતા. ત્યારે મેઈન લાઈનનું ઢાંકણું ખોલવા જતા અકસ્માતે એકાએક સ્ટીમ વરાળ નીકળી હતી. જેથી કારણે તેઓ આખા શરીરને ગંભીર રીતે દાઝી ગયા હતા. જેના કારણે તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના મોટાભાઈ ઘનશ્યામસિંહ ઓઘુભા જાડેજા (ઉ.વ. 45, રહે. મીઠોઈ) એ ખંભાળિયા પોલીસને કરી છે.
_____________________________________________________________________________
(કુંજન રાડિયા)
