Headlines

ભાણવડના કાર્યકરને ભાજપમાંથી સસ્પેન્ડ કર ાયા – પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ પગલા લેવાયા –

ભાણવડના કાર્યકરને ભાજપમાંથી સસ્પેન્ડ કરાયા
– પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ પગલા લેવાયા –

જામ ખંભાળિયા, તા. ૧૯-૦૪-૨૦૨૬

ભાણવડ તાલુકાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર જમનાદાસ સવજીભાઈ કણસાગરા (વાનાવડ) ને ભારતીય જનતા પાર્ટી દ્વારા આજરોજ પાર્ટીની પ્રત્યેક જવાબદારી અને પ્રાથમિક સભ્યપદ પરથી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો હુકમ જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી દ્વારા કરવામાં આવ્યો છે. આ કાર્યકરે ભાણવડ તાલુકા પંચાયતમાં અપક્ષમાં ફોર્મ ભર્યું હોય, પાર્ટી દ્વારા તેને પક્ષ વિરોધી પ્રવૃત્તિ ગણાવીને ઉપરોક્ત હુકમ કર્યો હોવાનું જાણવા મળ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે થોડા સમય પૂર્વે ખંભાળિયાના બે, ભાટિયાના એક તથા ભાણવડના એક મળી ચાર હોદ્દેદારો-કાર્યકરોને ભાજપ દ્વારા પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ સસ્પેન્ડ કર્યા છે. ત્યારે આ વધુ એક કાર્યકરને સસ્પેન્ડ કરાતા રાજકીય વર્તુળોમાં ચર્ચા જાગી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *