
– એકત્ર થયેલું 56 બોટલ રક્ત સેવા માટે અર્પણ –
જામ ખંભાળિયા, તા. ૨૩-૦૫-૨૦૨૬

ભાણવડના રેટા કાલાવડ ગામે તાજેતરમાં પિપરોતર પરિવાર દ્વારા યોજાયેલી ભાગવત સપ્તાહ પ્રસંગે આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે રાખવામાં આવેલા રકતદાન કેમ્પમાં 56 યુનિટ રજત એકત્ર થયું હતું. રક્તદાનની આ સેવામાં ગામના મહિલાઓ પણ મોખરે રહ્યા હતા અને “રક્તદાન એ જ મહાદાન” નું સુત્ર સાર્થક કર્યું હતું.
આ કેમ્પમાં એકત્ર થયેલું રક્ત ખંભાળિયાની સરકારી સિવિલ હોસ્પિટલ ખાતે થેલેસેમીયાગ્રસ્ત જરૂરિયાતમંદ બાળકો અને સગર્ભા માતા માટે આપવામાં અર્પણ કરવામાં આવ્યું હતું.
લોકોએ દર ત્રણ મહિને રક્તદાન અવશ્ય કરવું જોઈએ એવો સંદેશો જિલ્લા વિકાસ અધિકારી પાંડોરએ આ તકે આપ્યો હતો. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ચોબીસા, તાલુકા હેલ્થ ઓફિસર ડો. ચાંડેગરા, મેડિકલ ઓફિસર ડો. ભરત અને રેટા કાલાવડની આરોગ્ય ટીમ દ્વારા આ કેમ્પને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવવામાં આવી હતી.
_____________________________________________________________________________
(ફોટો: કુંજન રાડિયા)
