રાવલનો પ્રોહી. બુટલેગર પાસા તળે જેલ હવાલે કરાયો
જામ ખંભાળિયા, તા. ૦૪-૦૪-૨૦૨૬
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દારૂ તેમજ જુગારની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા શખ્સો સામે કડક હાથે કાર્યવાહી કરવા રેન્જ આઈ.જી. તથા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ એલસીબી પીઆઈ એન.એચ. જોશી તેમજ તેમની ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં કલ્યાણપુર તાલુકાના રાવલ ગામના હનુમાનધાર વિસ્તારમાં રહેતા કાના લખમણ ગામી નામના શખ્સની ગુના અંગેની માહિતી એકત્ર કરી, આ અંગે દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર આર.એમ. તન્ના સમક્ષ પાસા દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. જેથી તેમણે હકારાત્મક અભિગમ અપનાવીને ઉપરોક્ત શખ્સની પાસા દરખાસ્ત મંજૂર કરી, અટકાયતી વોરંટ ઇસ્યુ કર્યું હતું.
જેને અનુલક્ષીને એલસીબીની ટીમ દ્વારા ઉપરોક્ત શખ્સની અટકાયત કરી, સુરતની લાજપોર મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવાની તજવીજ કરવામાં આવી હતી.
આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી.ના ઈન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોશી, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ભુપેશ જોટાણીયા, પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી, એસ.વી. કાંબલીયા, નાયબ મામલતદાર નિલેશ કરમુર, અરજણભાઈ મારુ, દીપકભાઈ રાવલીયા, ખીમાભાઈ કરમુર, પ્રવીણભાઈ માડમ, ગોવિંદભાઈ કરમુર, સચિનભાઈ, કિરપાલસિંહ તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી.
_____________________________________________________________________________
(ફોટો:- કુંજન રાડિયા)
