Headlines

વીજશોક લાગતા ખંભાળિયાના યુવાનનું અપમૃત્ યુ


જામ ખંભાળિયા, તા. ૨૬
ખંભાળિયાના નવા નાકા વિસ્તારમાં રહેતા અને મૂળ જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના રહીશ એવા બાબુભાઈ કાનાભાઈ ચૌહાણ નામના 43 વર્ષના યુવાન શનિવારે ખંભાળિયા – સલાયા માર્ગ પર આવેલા સોડસલા ગામે એક આસામીના ઘરની છત ઉપર અન્ય શ્રમિકો સાથે મજૂરી કામ કરી રહ્યા હતા. ત્યારે તેમના હાથમાં રહેલી એલ્યુમિનિયમની પટ્ટી મકાનની અગાસી ઉપરથી પસાર થતી વીજ લાઈનને અકસ્માતે અડી જતા તેમને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો. જેથી તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના પત્ની મધુબેન બાબુભાઈ ચૌહાણએ સલાયા મરીન પોલીસને કરી છે.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *