Headlines

વાપીમાં સૌથી વધુ 65.68% અને ગાંધીધામમાં સૌથી ઓ છું 39.33% મતદાન: ગુજરાતની 15 મહાનગરપાલિકાઓનું સરે રાશ ચિત્ર


રાજ્યની 15 મહાનગરપાલિકાઓમાં સવારના 7 થી સાંજના 6 વાગ્યા સુધીમાં ઉત્સાહપૂર્ણ મતદાન, અનેક શહેરોમાં આંકડો 50% ને પાર

ધ ગ્રેટ વર્લ્ડ ગાંધીનગર

​ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી 2026 અંતર્ગત આજે 15 મહાનગરપાલિકાઓ માટે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ છે. પ્રાપ્ત વિગતો અનુસાર, દક્ષિણ ગુજરાતના વાપીમાં મતદારોનો સૌથી વધુ ઉત્સાહ જોવા મળ્યો હતો, જ્યાં 65.68% જેટલું જંગી મતદાન નોંધાયું છે. તેની સામે કચ્છના ગાંધીધામમાં મતદારોમાં થોડી નિરુત્સાહતા જણાતા સૌથી ઓછું 39.33% મતદાન નોંધાયું છે. મધ્ય અને ઉત્તર ગુજરાતના શહેરોમાં સરેરાશ 50% થી 55% ની વચ્ચે મતદાન રહ્યું છે, જે લોકશાહીના પર્વમાં લોકોની સક્રિય ભાગીદારી દર્શાવે છે.

મહાનગરપાલિકા મુજબ મતદાનની ટકાવારી

ક્રમ

મહાનગરપાલિકા

મતદાનની ટકાવારી

1

વાપી

65.68 %

2

નવસારી

59.68 %

3

મોરબી

58.75 %

4

નડિયાદ

56.50 %

5

આણંદ

55.23 %

6

મહેસાણા

53.16 %

7

સુરત

52.83 %

8

જામનગર

50.2 %

9

ભાવનગર

47.26 %

10

વડોદરા

47.01 %

11

સુરેન્દ્રનગર

46.87 %

12

અમદાવાદ

45.35 %

13

રાજકોટ

45.21 %

14

પોરબંદર

41.67 %

15

ગાંધીધામ

39.33 %


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *