– શિવરાજપુર બીચ પર વાહનોની અવર-જવર પર પ્રતિબંધ –
જામ ખંભાળિયા, તા. ૨૬: દેવભૂમિ દ્વારકામાં જિલ્લામાં આવેલા અને બ્લુ ફલેગ સર્ટીફિકેટ ધરાવતા શિવરાજપુર બીચની નિયમાનુસારની જાળવણીના હેતુથી દેવભૂમિ દ્વારકાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટએ કેટલાક પ્રતિબંધો લગાવ્યા છે. જે મુજબ શિવરાજપુર બિચ પર બાથીંગ અને સ્વિમિંગ ઝોન તરીકે નક્કી કરાયેલ સ્વિમ એરિયામાં વોટર સ્પોર્ટસ કે ફિશિંગની મનાઈ કરવામાં આવી છે. આ જાહેરનામું તા. 31 મે સુધી અમલમાં રહેશે. જેનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.
આ ઉપરાંત શિવરાજપુર બીચના લાઇટ હાઉસ (સર્વે નંબર 58) થી Bay-2 પોઇન્ટ સુધીના શિવરાજપુર બીચ વિસ્તારમાં 5 કિ.મી. ત્રિજયા વિસ્તાર અને HTL થી 300 મીટર ભૂમિ તરફના વિસ્તારમાં જાહેર અથવા ખાનગી વાહન ચલાવવું અથવા તેનો ઉપયોગ કરવા પર તારીખ 23 જુલાઈ સુધી સંપૂર્ણ પ્રતિબંધિત લગાવાયો છે.
– બીચ પર કચરો ફેંકવા પર પ્રતિબંધ –
શિવરાજપુર બીજ પર પાંચ કિલોમીટરની ત્રિજયામાં નિર્ધારિત વિસ્તાર પર પ્લાસ્ટીકના ઉપયોગ કે વપરાશ, કચરો ફેંકવા, કેમ્પેઇન કરવા પર પ્રતિબંધ લગાવ્યો છે. ઉપરાંત, નિયત સ્વિમ એરિયામાં વોટર સ્પોર્ટસ કે ફિશિંગની મનાઈ કરવામાં આવી છે. આ જાહેરનામું તા. 23 જુલાઈ સુધી અમલમાં રહેશે તેમ પણ વધુમાં જણાવાયું છે.
_____________________________________________________________________________
(કુંજન રાડિયા)
