જામ ખંભાળિયા, તા. ૦૧-૦૬-૨૦૨૬
દેવભૂમિ દ્વારકામાં જિલ્લામાં આવેલા બ્લુ ફલેગ સર્ટીફિકેટ ધરાવતા શિવરાજપુર બીચની નિયમાનુસારની જાળવણીના હેતુથી દેવભૂમિ દ્વારકાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટએ કેટલાક પ્રતિબંધો લગાવ્યા છે. જે અનુસાર શિવરાજપુર બિચ (લાઈટ હાઉસ સર્વે નં. 58 થી શિવરાજપુર ખાડી-2 ના છેડા સુધી) પર પ્રવાસી અને સ્થાનિકો માટે નહાવા કે સ્વિમિંગ કરવા પર પ્રતિબંધ મૂકાયો છે. આ જાહેરનામું તા. 30 જુલાઈ સુધી અમલમાં રહેશે, જેનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે તેમ વધુમાં જણાવાયું છે.
_____________________________________________________________________________
(કુંજન રાડિયા)
