જામ ખંભાળિયા, તા. ૧૪-૦૪-૨૦૨૫ જામ ખંભાળિયા: સ્વ. મથુરાદાસ લવજી સવજીયાણીના પુત્ર પ્રવીણભાઈ મથુરાદાસ સવજીયાણી (નિવૃત આચાર્ય, ઉ.વ 72) તે રમેશભાઈ, જયેશભાઈ, હસુભાઈ, અ.સૌ સાધનાબેન ગીરીશકુમાર કક્કડ (જામનગર), અ.સૌ શીતલબેન દિલીપકુમાર સમાણી (ભાટિયા)ના મોટાભાઈ તેમજ કૌશલભાઈ સવજીયાણી (પત્રકાર, અકિલા) અને અભિષેકભાઈના પિતાશ્રી તથા સ્વ. મથુરાદાસ નરસીદાસ મોટાણીના જમાઈ સોમવાર તા. 14-04-2025 ના રોજ શ્રીજી ચરણ પામ્યા […]
Month: April 2025
ખંભાળિયાની મિલન રેસ્ટોરન્ટમાં આગ
જામ ખંભાળિયા, તા. ૧૪-૦૪-૨૦૨૫ ખંભાળિયાના ચાર રસ્તા વિસ્તારમાં આવેલી એક હોટલમાં ગતરાત્રિના સમયે આગ લાગવાની ઘટના સામે આવી હતી. જો કે કોઈ મોટી જાનહાની થયાના અહેવાલો નથી. આગની આ ઘટના સંદર્ભે જાણવા મળતી વિગત મુજબ અહીંના મિલન ચાર રસ્તા વિસ્તારમાં આવેલી જાણીતી મિલન રેસ્ટોરન્ટના ગેઈટમાં ગત મોડી રાત્રિના […]
સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ રાજકોટના સહયોગથી બાળ કેળવણી મંદીર દ્રારા બગસરા માં ત્રણ છાસ વિતરણ કેન્દ્ર શરૂ
મૂકેશ પંડિત, બગસરા સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ રાજકોટના સહયોગથી બાળ કેળવણી મંદીર દ્રારા બગસરા માં ત્રણ છાસ વિતરણ કેન્દ્ર શરૂ કરવામાં આવેલ છે. ઉનાળાની કાળઝાળ ગરમી માં જરૂરીયાત મંદ પરીવારો ની આંતરડી ઠારવા માટે નો આ સેવા યજ્ઞ નિયમિત ચાલી રહયો છે. બાળ મંદિર કેમ્પસમાં દમયંતી બેન ડાભી હુડકો બગસરામાં જયેશભાઇ ત્રીવેદી, સરાણિયા વિસ્તાર અટલજી પાર્ક […]
ખીરસરા ગામે જુગારના અખાડા પર પોલીસ ત્રાટકી: રૂ. સવા લાખના મુદ્દામાલ સાથે મહિલા સહિત સાત ઝબ્બે
જામ ખંભાળિયા, તા. ૦૯-૦૪-૨૦૨૫ કલ્યાણપુર પંથકના સ્થાનિક પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગમાં ખીરસરા ગામે ચાલતા એક જુગારના અખાડામાં દરોડો પાડી, પોલીસે એક મહિલા સહિત સાત શખ્સોને રૂપિયા સવા લાખના મુદ્દામાલ સાથે દબોચી લીધા હતા. આ અંગેની વિગત એવી છે કે કલ્યાણપુર પોલીસ મથકના ઈન્ચાર્જ પી.આઈ. યુ.બી. અખેડ […]
દ્વારકા જિલ્લામાં ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ માટે યાદી
જામ ખંભાળિયા, તા. ૦૯-૦૪-૨૦૨૫ સરકાર દ્વારા “પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના”ના તમામ તબક્કાના લાભાર્થીઓ અને રાજ્ય સરકારની “પીએનજી/એલપીજી સહાય યોજના” હેઠળના તમામ લાભાર્થીઓને આગામી નાણાંકીય વર્ષમાં એપ્રિલથી જુન- 2025ના ત્રિમાસિક સમયગાળા દરમ્યાન એક વખત વિનામૂલ્યે એલ.પી.જી. સિલિન્ડરના રીફીલીંગનો લાભ મળવાપાત્ર રહેશે. જે અંગેની વધુ માહિતી મેળવવા માટે આપની નજીકની સ્થાનિક ગેસ એજન્સીનો સંપર્ક કરવાનો […]
ભાવનગરમાં કૈલાશ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સેવા કાર્યો સાથે ઉજવાયી અનુમાન જયંતિ
રાજભા ગોહિલ, ભાવનગર હનુમાન જયંતી અને શનિવારના શુભ દિવસે શ્રી સ્વપ્નેશ્વર મહાદેવ મંદિર, સ્વપ્ન સૃષ્ટિ સોસાયટી, તળાજા રોડ ભાવનગર ખાતે 125 થી વધુ નાના નાના બાળકો માટે બટુક ભોજન રાખવામાં આવ્યું હતું તેમજ એક વિશિષ્ટ સન્માન સમારંભ કાર્યક્રમ ખૂબ જ સરસ રીતે સંપન્ન થયો હતો , જેમાં એસ ટી રાજનનું નાના નાના બાળકો તથા સ્વપ્નેશ્વર […]
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મહત્વના એવા સાની ડેમ રીપેરીંગમાં તંત્રની ગંભીર નિષ્ક્રિયતા
– બિન રાજકીય નાગરિક સમિતિની ચોટદાર રજૂઆતો – જામ ખંભાળિયા, તા. ૧૧-૦૪-૨૦૨૫ કલ્યાણપુર તાલુકામાં આવેલા મહત્વના એવા સાની ડેમમાં રીપેરીંગના ભાવે છેલ્લા છ-સાત વર્ષથી પાણીનો સંગ્રહ ન થઈ શકતા આ મુદ્દે ખંભાળિયાની બિન રાજકીય સંસ્થા નાગરિક સમિતિ દ્વારા વિલંબ બદલ ચોટદાર ટકોર કરવામાં આવી છે. કલ્યાણપુર તાલુકાના રાવલ વિસ્તારમાં […]
ખંભાળિયાના કંચનપુર ગામે સોમવારે મંદિરનું ભૂમિ પૂજન
જામ ખંભાળિયા, તા. ૧૨-૦૪-૨૦૨૫ ખંભાળિયા તાલુકાના કંચનપુર વિસ્તારમાં આવેલા શ્રી સમસ્ત ક્ષત્રિય રાજપુત સમાજના શ્રી અબડાજામ ડાડાના મંદિરનું નવ નિર્માણ થવા જઈ રહ્યું છે. ત્યારે આ પ્રસંગે આગામી સોમવાર તા. 14 એપ્રિલના રોજ ભૂમિ પૂજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. આ પ્રસંગે સોમવારે સવારે 10 વાગ્યે ભૂમિ પૂજન, 11 […]
ખંભાળિયામાં સોમવારે વાલ્મિકી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ
જામ ખંભાળિયા, તા. ૧૨-૦૪-૨૦૨૫ ખંભાળિયા વાલ્મિકી સમાજ દ્વારા આગામી સોમવાર તારીખ 14 એપ્રિલના રોજ સાંજે 7 વાગ્યે અહીંના પોરબંદર રોડ પર આવેલા ટાઉન હોલ ખાતે વાલ્મિકી સમાજના ધોરણ 1 થી 12 સુધીના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો છે. આ સાથે વાલ્મિકી સમાજના નવનિયુક્ત હોદ્દેદારોનું પણ સન્માન કરવામાં આવશે. […]
ખંભાળિયા પાલિકાની જગ્યામાં રહેલા મકાનમાં તોડપાડ ન કરવા અંગે વચગાળાના મનાઈ હુકમની અરજી નામંજૂર
જામ ખંભાળિયા, તા. ૧૨-૦૪-૨૦૨૫ ખંભાળિયા શહેરમાં નગરપાલિકાની હદમાં રેલવે સ્ટેશન નજીકના વિસ્તારમાં આવેલી વોર્ડ નંબર 5 માં આશરે 125 ચોરસ મીટર જેટલી જગ્યામાં ફાતમાબેન આદમ અને હસીનાબેન આદમ સંઘાર દ્વારા મકાન બનાવીને વર્ષ 1988-89 ની પહેલાની સાલથી તેમના પરિવાર સાથે રહેતા હતા. ઉપરોક્ત ચોક્કસ સર્વે નંબરની જગ્યા પર ગેરકાયદેસર રીતે મકાન […]
