– શુક્રવારે આંબા મનોરથના દર્શનનું આયોજન – જામ ખંભાળિયા, તા. ૦૪-૦૬-૨૦૨૫ ખંભાળિયામાં ગુગળી ચોક વિસ્તારમાં આવેલી જાણીતી શ્રી દાઉજીની હવેલી ખાતે ગુરુવાર તા. 5 ના રોજ સાંજે નાવના દર્શન તેમજ શુક્રવારે સાંજે આંબા મનોરથના અલભ્ય દર્શનનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. જેનો લાભ લેવા ધર્મપ્રેમી જનતાને હવેલીના મુખ્યાજી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
Month: June 2025
માંઝા ગામે કુવામાં પડેલા શ્વાનનું રેસ્ક્યુ કરાયું
જામ ખંભાળિયા, તા. ૦૩-૦૬-૨૦૨૫ ખંભાળિયા નજીક આવેલા માંઝા ગામે એક ખેડૂતના ખેતરમાં આશરે 70 ફૂટ જેટલા પાણી ભરેલા ઊંડા ખાડામાં બે દિવસથી એક શ્વાન પડ્યો હોવાની જાણ સ્થાનિકો દ્વારા અહીંની જાણીતી પશુ સેવા સંસ્થા એનિમલ કેર ચેરીટેબલ ટ્રસ્ટને કરવામાં આવતા સંસ્થાના કાર્યકરો દેશુરભાઈ ધમા, કૃણાલ વાઘેલા અને વિશેષ દેસાણી આ સ્થળે દોડી […]
પોરબંદરના રાતીયા ગામે ઘેડીયા કોળી સમાજ દ્વારા નવનિર્મિત મંદિરમાં મૂર્તિનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આસ્થાભેર યોજાયો
પોરબંદરપોરબંદર નજીક રાતીયા ગામે વાડી વિશ્રામમાં રાતીયના ઘેડીયા કોળી સમાજ ટ્રસ્ટ દ્વારા તાજેતરમાં ઘેડીયા કોળી સમાજ વાડી બે રોડ ખાતે નૂતન નવનિર્મિત મંદિરમાં રામદેવજી મહારાજ તથા મોકરીયા પરિવારની આરાધ્ય દેવી વીજ વાસણ માતાજીની મૂર્તિના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું. જેમાં સામેયા, બારોટના ચોપડે નામકરણ, રામદેવજીનો પાટોત્સવ, સંત વાણી, મુખ્ય દાતા અભિવાદન, […]
ખંભાળિયાના સલાયામાં યોજાયો રઘુવંશી વિદ્યાર્થી સન્માન સમારોહ
– મોટી સંખ્યામાં જ્ઞાતિજનોની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓ થયા પુરસ્કૃત – કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૦૨-૦૬-૨૦૨૫ ખંભાળિયા તાલુકાના સલાયા ગામે રઘુવંશી જ્ઞાતિના તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. જ્ઞાતિ અગ્રણીઓ વિગેરેની ઉપસ્થિતિમાં યોજાયેલા આ સુંદર કાર્યક્રમમાં જ્ઞાતિના ઉચ્ચ ટકાવારી મેળવેલા વિદ્યાર્થીઓનું જાહેરમાં સન્માન કરવામાં આવ્યું હતું. સલાયા […]
ખંભાળિયા – જામનગર માર્ગ પર ભયજનક રીતે રેસિંગ સ્ટંટ કરતા 13 સ્ટંટબાજોને ઝડપી લેવાયા
– જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા કાયદાનું ભાન કરાવાયું – જામ ખંભાળિયા, તા. ૦૨-૦૬-૨૦૨૫ ખંભાળિયાના ઇન્ચાર્જ ડીવાયએસપી વી.પી. માનસેતાની સૂચના મુજબ જાહેર માર્ગ રીતે રેસિંગ સ્ટંટ કરતા શખ્સો સામે જિલ્લાના ટ્રાફિક પોલીસ દ્વારા કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આને અનુલક્ષીને ગઈકાલે રવિવારે રાત્રિના સમયે નાઈટ પેટ્રોલિંગમાં રહેલા ટ્રાફિક […]
પોરબંદરમાં મિલ્કત માલીકો પાસેથી વઘુમા વઘુ પૈસા પડાવવા નવા નવા પેતરા ઘડતા અધિકારીઓ
પ્રોપર્ટી કાર્ડમાં રેવન્યુ અધિકારી અગાઉ પ્રમાણિત કરેલી નોંધના આધારે સીધી નોંધ દાખલ કરી આપે તેવો ત્વરિત આદેશ આપવા બાબતે ગાંધીનગર રજૂઆત પોરબંદરપોરબંદર જીલ્લાના ગામોની વરસો પહેલા હેતુફેર થયેલી મિલકતોના હાલના માલિકો રેવન્યુ રેકોર્ડ હક પત્રક ગામ નમુના નં.૫ માં ઉતરોતર સક્ષમ અધિકારી દ્વારા પ્રમાણિત થયેલી નોંધો સામેલ રાખી અરજ અહેવાલ કરે ત્યારે પોરબંદર સીટી સરવે […]
ઈતિ વદતિ પંડિત મૂકેશદાસ: વહેલાં વરસાદનો વરતારો…
ઈશ્વરિયા રવિવાર તા.૧-૬-૨૦૨૫ વરસાદનો ધોરી માસ એટલે અષાઢ… સૌથી વધુ ખેડૂતો જેની રાહ જુએ છે. આમ જુઓ તો આ દિવસોમાં એટલે કે આ પખવાડિયામાં સત્તાવાર ચોમાસુ બેસતું હોય છે. કઠણાઈએ વરસાદ અને વાવાઝોડું વગેરે તો હવે આખું વરસ ચાલે છે. ઋતુચક્રમાં ગંભીર અડચણો માટે આપણે જ જવાબદાર છીએ… જવા દો, એ કકળાટ નથી કરવો… પણ […]
બેટ દ્વારકામાં સિંધુભવન ધર્મશાળાની રૂ. અડધા કરોડની કિંમતી જમીન પર પિતા-પુત્ર દ્વારા કબજો જમાવી રાખવા સબબ ફરિયાદ
– પોલીસે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધી, એકની અટકાયત કરી – જામ ખંભાળિયા, તા. ૦૨-૦૬-૨૦૨૫ ઓખા મંડળના બેટ દ્વારકા વિસ્તારમાં એક ધર્મશાળાની કિંમતી જમીન પર છેલ્લા આશરે ત્રણ દાયકાથી કબજો જમાવીને રાખવા સબબ આરંભડા વિસ્તારમાં રહેતા પિતા-પુત્ર સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ સમગ્ર પ્રકરણ સંદર્ભે બેટ […]
શાંતિકુંજ હરિદ્વાર પ્રેરિત અને અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર ભાવનગર દ્વારા આયોજિત “જ્યોતિ કળશ યાત્રા” નું ભાવનગર પંથકમાં પરિભ્રમણ
દિવ્ય અખંડ જ્યોતિ કળશ નું ટીમાણા ગામ ખાતે સ્વાગત થયું હરેશ જોષી, ટીમાણા માનવમાં દેવત્વનો ઉદય થાય અને ધરતી પર સ્વર્ગનું અવતરણ થાય તેમજ સૌની વિચાર શુધ્ધિ થાય તે માટે શાંતિકુંજ હરિદ્વાર પ્રેરિત જ્યોતિ કળશ યાત્રાનું ભાવનગરના દરેક તાલુકા અને ગ્રામ્ય પંથકમાં પરિભ્રમણ શરૂ રહ્યું છે.આજે આ ખાસ વાહનમાં જ્યોતિ કળશ યાત્રાની તળાજા તાલુકાના ટીમાણા […]
ખંભાળિયાના ચકચારી “લૂંટેરી દુલ્હન” કેસમાં બે આરોપીને દસ વર્ષની કેદ: બે લાખનો દંડ
– જામ ખંભાળિયા, તા. ૦૧-૦૬-૨૦૨૫ ખંભાળિયા તાલુકાના દખણાદાદા બારા ગામે રહેતા એક યુવાનને લગ્ન કરાવી આપવાની લાલચ આપીને બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના સામઢી ગામના ચેહરસિંગ બાબુસિંગ સોલંકી અને અમરતજી મણાજી જગાણીયા નામના બે શખ્સોએ ખોટા નામ ધારણ કરી અને ઉપરોક્ત યુવાનના લગ્ન કરાવી આપ્યા હતા. […]
