Headlines

રેવા સરકારી હાઈસ્કૂલમાં ઉજવાયો સંસ્કાર-શિક્ષણ અને સંસ્કૃતિને ઉજ્જવળ કરતો અનેરો ત્રિવિધ કાર્યક્રમ

માતૃ-પિતૃ વંદના,ધો.10ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ અને વિશિષ્ટ કાર્યક્રમ યોજાયો મુકેશ પંડિત, રેવા રેવા સરકારી હાઈસ્કૂલમાં આ અનુપમ અને અદકેરાં કાર્યક્રમમાં ગામના વાલીઓને સંતાનો દ્વારા વંદના,પાય પ્રક્ષાલન અને આરતી ઉતારી પવિત્ર વેદ મંત્રોના ઉચ્ચારણ સાથે ભારતીય સંસ્કૃતિના ઉચ્ચ અને પ્રેરક મૂલ્યોનું જતન કરવાના ઉમદા આશયથી ૧૪મી ફેબ્રુઆરીના દિવસને વિશિષ્ટ રીતે ઉજવી શિક્ષણ જગત માટે અનુકરણીય કાર્ય…

Read More

પ્રયાગરાજમાં આગમન સૂર્યનારાયણનું…

પ્રયાગરાજ ( તસવીર કથા – મૂકેશ પંડિત )ભારતવર્ષનાં મહાનતીર્થ સ્થાન પ્રયાગરાજમાં મહાકુંભમેળો ચાલી રહ્યો છે. ગંગા, યમુના અને ગુપ્ત સરસ્વતીનાં આસ્થાભર્યા સંગમક્ષેત્રમાં વહેલી સવારથી ભાવિકો સ્નાન લાભ લઈ રહ્યાં છે. આ વેળાએ પ્રયાગરાજમાં થાય છે, આગમન સૂર્યનારાયણનું… સર્વત્ર ભાવિક માનવીઓ ઉમટી રહ્યાં છે, તો સવારનાં પહોરથી જ પંખીડાઓ પણ તેમનું કર્મ શરૂ કરે છે. કુંભમેળાનાં…

Read More

શુભ વિવાહ :: ચિ. રિધ્ધી * કિશન :: ખંભાળિયાના ઘાવડા પરિવારના દ્વારે લગ્નોત્સવ

જામ ખંભાળિયા જામ ખંભાળિયા નિવાસી અ.સૌ. સીમાબેન તથા શ્રી વનરાજભાઈ માનસંગભાઈ ઘાવડાની સુપુત્રી તેમજ અગ્રણી ઉપેન્દ્રભાઈ માનસંગભાઈ ઘાવડાની ભત્રીજી ચિ. રિધ્ધીના શુભ લગ્ન કંચનપુર નિવાસી અ.સૌ. હંસાબેન તથા શ્રી જેમલભાઈ મેરૂભાઈ ઢાંઢના સુપુત્ર ચિ. કિશન સાથે ગુરુવાર તારીખ 20-02-2025 ના શુભ દિને યોજાયા છે.  ____________________________________________________________________________ (કુંજન રાડિયા)

Read More

જન્મદિન શુભેચ્છા : ખંભાળિયા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જયેશભાઈ ગોકાણીનો આજે જન્મદિવસ

જામ ખંભાળિયા, તા. ૧૭-૦૨-૨૦૨૫ ખંભાળિયાના રઘુવંશી જ્ઞાતિના અગ્રણી અને સક્રિય રાજકીય આગેવાન જયેશભાઈ એમ. ગોકાણીનો આજે 48 મો જન્મદિવસ છે. છેલ્લા આશરે અઢી દાયકાથી નગરપાલિકાના કાઉન્સિલર તરીકે સક્રિય રહેલા જયેશભાઈ નગરપાલિકાના ઈતિહાસમાં સૌપ્રથમ સૌથી નાની વયના અને સફળ પ્રમુખ તરીકેની ખ્યાતિ મેળવી ચૂક્યા છે.        ખંભાળિયા ઉપરાંત જામનગર, રાજકોટ અને અમદાવાદમાં પણ વ્યવસાયિક…

Read More

ભાવનગર શહેર ભાજપે જંગી બહુમતીથી વડવા-બ વોર્ડની પેટા ચૂંટણી જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો

શહેર ભાજપ અધ્યક્ષ સહિત સંગઠન અને ચૂંટાયેલા જન પ્રતિનિધિઓએ કાર્યકર્તાઓનો આભાર માન્યો હરેશ પરમાર, ભાવનગર ભાવનગરમા ૧૬ ફેબ્રુઆરી ૨૦૨૫ ના રોજ વડવા- બ વોર્ડની પેટા ચૂંટણીનું મતદાન પૂર્ણ થયેલ. અધ્યક્ષ અભયસિંહ ચૌહાણ, કેબિનેટ રાજ્ય મંત્રી નિમુબેન બાંભણીયા તેમજ ધારાસભ્ય જીતુભાઇ વાઘાણી તેમજ પ્રભારી મંત્રી ભાનુબેન બાબરીયાએ જણાવ્યું હતું કે, મતદારોનો ઝોક ભાજપ તરફી રહ્યો હોવાથી…

Read More

દ્વારકામાં જલ, થલ રક્ષા અંતર્ગત સૈન્ય કસરત યોજાઈ

જામ ખંભાળિયા, તા. ૧૬-૦૨-૨૦૨૫      ગુજરાતના પશ્ચિમી તટ પર સમુદ્રી સુરક્ષા મજબૂત બનાવવા અને વ્યૂહાત્મક ટાપુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ચાલુ પ્રયાસોને ધ્યાનમાં લેતા બેટ દ્વારકામાં “EX જલ થલ રક્ષા 2025” નામની એક મહત્વપૂર્ણ સૈન્ય કસરત આયોજિત કરવામાં આવી હતી. આ કસરતમાં આર્મીની અમદાવાદ આધારિત 11 ઇન્ફન્ટ્રી ડિવિઝન, જામનગર આધારિત 31 ઇન્ફન્ટ્રી બ્રિગેડ, કોસ્ટ…

Read More

દેવભૂમિ દ્વારકા જિલ્લાની ત્રણ નગરપાલિકાઓમાં સરેરાશ 50 ટકા શાંતિપૂર્ણ મતદાન

– ભરાણા તથા જુવાનપુરની પેટા ચૂંટણીમાં અનુક્રમે 43 અને 36 ટકા મતદાન – સલાયામાં EVM બગડતા તંત્રની દોડધામ – કુંજન રાડિયા,જામ ખંભાળિયા, તા. ૧૬-૦૨-૨૦૨૫          ગુજરાત રાજ્યના અન્ય જિલ્લાઓ સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં યોજાયેલી નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તેમજ ભરાણા અને જુવાનપુર તાલુકા પંચાયતની એક-એક બેઠક પરની પેટા ચૂંટણીમાં આજરોજ એકંદરે 50 ટકા…

Read More

અવસાન નોંધ : જામ ખંભાળિયા: બોડા

જામ ખંભાળિયા: સ્વ. ઇશ્વરલાલ શાંતિલાલ બોડાના ધર્મ પત્ની દેવીબેન (ઉ.વ. 72) તે મનીષભાઈ, સંદિપભાઈ, હિરેનભાઈ તેમજ હર્ષા કૂલદિપભાઈ વાસુના માતુશ્રી તા. 15 ના રોજ અવસાન પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા સોમવાર તા. 17 ના રોજ સાંજે 4:30 થી 5 ભાઈઓ તથા બહેનો માટે અત્રે શ્રી શરણેશ્વર મહાદેવ મંદીરે રાખેલ છે.

Read More

બળેજના માથાભારે ઇસમને પાસામાં અટકાયત કરી અમદાવાદ જેલ ખાતે ધકેલતી પોરબંદર પોલીસ

પોરબંદરપોરબંદર જિલ્લાના માધવપુર પંથકના વિવિધ ગુન્હાઓમાં સંડોવાયેલ આરોપી ભરત ઉર્ફે હાજાભાઇ હરદાસભાઇ પરમાર, (ઉં.વ.૩૮, રહે.પરમાર ફળીયું, બળેજ ગામ, તા.જી.પોરબંદર) વિરૂધ્ધમાં પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાની સુચના મુજબ માધવપુર પ્રો. પીએસઆઇ એ.એ.ડોડીયાએ પાસા દરખાસ્ત તૈયાર કરી પોરબંદર જીલ્લા મેજીસ્ટ્રેટ તરફ મોકલતા પોરબંદર જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા આ શખ્સને પાસા હેઠળ અમદાવાદ જેલમાં અટકાયતમાં રહેવા પાસા વોરન્ટ ઇસ્યુ કરતાં…

Read More