ભાવનગરમાં રાજ્યના કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયાએ વડવા- બ વોર્ડના મધ્યસ્થ કાર્યાલયની મુલાકાત લીધી
સંગઠન, જનપ્રતિનિધિઓ અને કાર્યકર્તાઓની સાથે મળીને મંત્રીશ્રીએ ઉમેદવાર અમરશીભાઈના સમર્થનમાં લોકસંપર્ક કર્યો. ગુજરાતના સામાજિક ન્યાય અને સશક્તિકરણ તેમજ મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાએ ગત ૦૬/૦૨/૨૦૨૫ ના રોજ ભાવનગર મહાનગરપાલિકાની પેટા ચૂંટણી અંતર્ગત વડવા – બ વોર્ડના ભાજપી ઉમેદવાર અમરશીભાઈ ચુડાસમાના સમર્થનમાં મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયની શુભેચ્છા મુલાકાત લીધી હતી, તેમજ ઉમેદવાર અમરશીભાઈ ચુડાસમાના…
