
જામ ખંભાળિયા, તા. ૩૦-૧૨-૨૦૨૫
ખંભાળિયા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયગાળા દરમિયાન જુદા જુદા આસામીઓને ગુમ થયેલી ચીજ વસ્તુઓ તેમજ ચોરી થયેલા સામાન, મોબાઈલ ફોનને શોધીને તેના મૂળ માલિકને પરત મળી રહે તે માટે અહીંના જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ અહીંના ઇન્ચાર્જ ડીવાયએસપી વી.પી. માનસેતાના માર્ગદર્શન હેઠળ ખંભાળિયા પોલીસ દ્વારા સધન કાર્યવાહી કરવામાં આવી હતી.
જેમાં ખંભાળિયાના ઈન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોશી તેમજ સર્વેલન્સ સ્ટાફના અરજણભાઈ આંબલીયા, દિવ્યરાજસિંહ જાડેજા તેમજ કાજલબેન કોબિયા દ્વારા કરવામાં આવેલી સધન કામગીરીમાં ચોક્કસ એપ્લિકેશનનો ઉપયોગ કરીને જુદા જુદા 10 આસામીઓને કુલ રૂપિયા 1.58 લાખની કિંમતના મોબાઈલ ફોન શોધીને તેના મૂળ માલિકને પરત સોંપવામાં આવ્યા હતા. જે બદલ જે-તે આસામીઓએ પોલીસ તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.


(ફોટો:- કુંજન રાડિયા)
